નવી દિલ્હીમાં, સોમવાર, 24 જૂન, 2024 ના રોજ, નવી રચાયેલી 18મી લોકસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે ગૃહના સભ્ય તરીકે શપથ લીધા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક રજિસ્ટરમાં સહી કરે છે. (PTI Photo)

લોકસભાની ચૂંટણી પછી લોકસભાના પ્રથમ સેશનનો સોમવાર, 24 જૂનથી પ્રારંભ થયો હતો. લોકસભાના સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સાંસદોને પ્રોટેમ સ્પીકરે શપથ લેવાડ્યા હતાં. 26 જૂને લોકસભાના સ્પીકરની ચૂંટણી થશે, જેમાં મોદી સરકારની પ્રથમ કસોટી થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે

સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપના સાત વખતના સાંસદ ભર્તૃહરિ મહતાબને શપથ લેવડાવ્યા હતાં. આ પછી મહતાબ સંસદભવન પહોંચ્યા હતી અને લોકસભાની કાર્યવાહી ચાલુ થઈ હતી. આ પછી લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ નીચલા ગૃહ માટે ચૂંટાયેલા સભ્યોની યાદી રજૂ કરી હતી.
મહતાબે લોકસભાના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહના સભ્યપદના શપથ લેવડાવ્યા હતા. અધ્યક્ષોની પેનલ પછી પ્રોટેમ સ્પીકરે પ્રધાનમંડળના લોકસભાના સભ્યોને શપથ લેવાડ્યા હતા.

લોકસભા અધ્યક્ષ પદની ચૂંટણી બુધવારે થશે અને આ પછી વડાપ્રધાન ગૃહમાં તેમના કેબિનેટ પ્રધાનોની માહિતી આપશે. રાષ્ટ્રપતિ 27 જૂને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 28 જૂને શરૂ થશે. વડાપ્રધાન 2 અથવા 3 જુલાઈએ ચર્ચાનો જવાબ આપે તેવી અપેક્ષા છે.

LEAVE A REPLY