(ANI Photo/Shrikant Singh)

તિસ્તા નદીના પાણીના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટેના એક મેગા પ્રોજેક્ટ માટે ભારત ટૂંક સમયમાં બાંગ્લાદેશમાં એક ટેકનિકલ ટીમ મોકલશે. આ પ્રોજેક્ટ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમાં ચીને પણ રસ દર્શાવ્યો છે. બંને દેશો વચ્ચે સર્વગ્રાહી વેપાર સમજૂતી અને ડિફેન્સ ક્ષેત્રમાં સંબંધોને મજબૂત કરવા માટે પણ હવે મંત્રણા ચાલુ થશે.

મોદીએ જણાવ્યું હતું કે અમે 1996ની ગંગા વોટર કરારને રિન્યૂ કરવા ટેકનિકલ સ્તરે વાટાઘાટો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશમાં તિસ્તા નદીના સંરક્ષણ અને સંચાલનના મેગા પ્રોજેક્ટ્સ માટે એક ટેકનિકલ ટીમ ટૂંક સમયમાં બાંગ્લાદેશની મુલાકાત લેશે.આ મેગા પ્રોજેક્ટનું વિશેષ મહત્વ છે, કારણ કે ચીને પણ તેમાં રસ દાખવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ તિસ્તા નદીના પાણીના સંચાલન અને સંરક્ષણ માટે મોટા જળાશયો અને સંબંધિત માળખાકીય સુવિધાઓનું નિર્માણની યોજના છે.

LEAVE A REPLY