(PTI Photo)
કાર્તિક આર્યનની પડકારજનક ભૂમિકા ધરાવતી ફિલ્મ ચંદુ ચેમ્પિયન રીલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમં એક એવા એથલીટની કથા છે જેણે સાથીઓ માટે ગોળીઓ ખાધી હતી અને બે વર્ષ કોમામાં પસાર કર્યા પછી જ્યારે ફરીથી સક્રિય થઇને કમાલ કરી હતી.
કબીર ખાનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં મુરલીકાંતને લોકો ચંદુ કહીને ચીડાવતા હતા. પરંતુ જીવનનો એક મંત્ર વાસ્તવમાં તેને ચેમ્પિયન બનાવે છે. આ મંત્ર છે ‘મેં ચંદુ નહીં. ચેમ્પિયન હું’. ફિલ્મની શરૂઆતની મજાક-મસ્તી છે અને ચંદુનો સંઘર્ષ જોવા મળે છે. આ એક એવી કથા છે જે સામાન્ય લોકોને પ્રેરણા આપે છે કે કેવી રીતે એક ચંદુ ચેમ્પિયન બને છે.
આ કથામાં વૃદ્ધ મુરલીકાંતથી શરૂ થઈને ભૂતકાળમાં લઇ જાય છે. ચંદુ ઓલંમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવે છે તે યુવાનીના દિવસોને દર્શાવવામાં આવ્યા છે. તે આર્મીમાં જોડાય છે. તે પ્રથમવાર વિમાન બેસે છે ત્યારે તેને ડરે લાગે છે અને 1965ના કાશ્મીરના યુદ્ધમાં સાથીઓને બચાવવા માટે છાતી પર નવ ગોળીઓ ખાય છે. આ ઘટના મુરલીકાંતના જીવને દર્શાવે છે. બે વર્ષ કોમામાં રહ્યા પછી જ્યારે મુરલી ચાલી નથી શકતો પરંતુ સ્વિમિંગ શિખે છે અને પછી ચેમ્પિયન બને છે તે દૃશ્ય ખૂબ જ હૃદયદ્રાવક બની જાય છે. ચંદુ ચેમ્પિયનમાં ભુવન અરોડાએ કર્નલ સિંહનું મજબૂત પાત્ર ભજવ્યું છે. શ્રેયસ તલપડેએ એક મજેદાર પોલીસ ઓફિસરનું પાત્ર ભજવ્યું છે.

LEAVE A REPLY