મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતમાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રાંતના યવતમાલ જિલ્લો રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યા માટે ખૂબ જ ચર્ચામાં છે. આ વર્ષે મે મહિના સુધીમાં અહીં 143 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. અમરાવતીમાં 2021માં 370 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ત્યાર પછી 2022માં 349 અને 2023માં 323 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જ્યારે યવતમાલમાં 2021માં આત્મહત્યા કરનારા ખેડૂતોની સંખ્યા 290 હતી. અહીં 2022 અને 2023માં ક્રમશઃ 291 અને 302 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ખેતીમાં ઊપજમાં ઘટાડાને કારણે અને બેન્ક લોન મુદ્દે અને અનેક ખેડૂતો નાની ફાઇનાન્સ કંપનીઓ અથવા વ્યાજખોરો પર આર્થિક નિર્ભર રહે છે, જે ઊંચા વ્યાજ અને કડક વસૂલાત કરતાં હોવાથી ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બને છે.
મહારાષ્ટ્ર સરકાર વિદર્ભના છ જિલ્લા- અમરાવતી, અકોલા, યવતમાલ, વાસિમ, બુલઢાણા અને વર્ધામાં વર્ષ 2001થી આત્મહત્યા કરનારા ખેડૂતોનો આંકડાના રેકોર્ડ રાખે છે. છેલ્લા બે દાયકામાં 22,000થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. 2024માં અત્યાર સુધી અહીં 486 ખેડૂતોએ આત્મહત્યા કરી ચૂક્યા છે. દેશમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા પરથી જણાય છે કે 1995 અને 2014ની વચ્ચે 2,96,438 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2014 અને 2022ની વચ્ચેના નવ વર્ષમાં એ સંખ્યા 1,00,474 હતી.

LEAVE A REPLY