પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ હેનલે એન્ડ પાર્ટનર્સના તાજેતરના વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે આશરે 4300 કરોડપતિઓ ભારત છોડીને બીજા દેશોમાં વસવાટ કરે તેવો અંદાજ છે. ભારત છોડનાર કરોડપતિઓમાંથી મોટા ભાગના લોકો સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ને પોતાની પસંદગીનું રહેવાપાત્ર સ્થાન માને છે. ગયા વર્ષે એટલે કે 2023માં 5,100 કરોડપતિઓ ભારત છોડીને અન્ય દેશોમાં રહેવા ગયાં હતાં.

યુએઇમાં આ વર્ષે વિશ્વભરમાંથી 6,700 ધનિકો માઇગ્રેટ થાય તેવી ધારણા છે. ઝીરો ઇનકમ ટેક્સ પોલિસી, ગોલ્ડ વિઝા પ્રોગ્રામ, વૈભવી જીવનશૈલી અને સ્ટ્રેટેજિક લોકેશનને કારણે યુએઇમાં સૌથી વધુ ધનિકો આકર્ષાય છે.

અહેવાલમાં જણાવાયું હતું કે વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરતી અર્થવ્યવસ્થા ધરાવતો ભારત દેશ કરોડપતિઓના પલાયનના મામલામાં દુનિયાભરમાં ચીન અને બ્રિટન પછી ત્રીજા સ્થાન પર આવી શકે છે.  ભારત પ્રતિ વર્ષ હજારો કરોડપતિઓ ગુમાવી રહ્યું છે. એમાંથી મોટાભાગના સંયુક્ત આરબ અમીરાત જઈને રહી રહ્યાં છે.

જોકે રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે જેટલા લોકો વિદેશમાં જઈ રહ્યાં છે, તેનાથી વધુ સંખ્યામાં ભારતમાં નવા કરોડપતિ બની રહ્યા છે. મોટી સંખ્યામાં ભારતીય કરોડપતિઓ પલાયન કરી વિદેશમાં જઈ વસવાટ કરી રહ્યાં છે, પરંતુ એ પોતાના બીજા ઘર તરીકે ભારત છોડી રહ્યાં નથી અને પોતાના બિઝનેસ હિતોને પણ છોડી રહ્યા નથી. આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2024માં વિશ્વભરમાં લગભગ 128000 કરોડપતિઓ પલાયન કરે તેવું અનુમાન છે. આ કરોડપતિઓના પસંદગીના દેશોમાં સંયુક્ત આરબ અમીરાત અને અમેરિકા ટોપ પર છે.

 

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments