બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (ANI Photo)

પટના હાઈકોર્ટે ગુરુવારે દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ માટે અનામતને 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના બિહારની નીતિશ કુમાર સરકારને નિર્ણયને રદ કર્યો હતો. હાઇકોર્ટના આ આદેશથી સરકારને ફટકો પડ્યો હતો.

રાજ્ય સરકારે નવેમ્બર 2023માં બનાવેલા નવા કાયદાને રદ કરવાની માગણી કરતી સંખ્યાબંધ પિટિશનની સુનાવણી કરતાં કોર્ટે આ આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારે જાતિ આધારિત સર્વે કર્યા પછી સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત 50 ટકાથી વધારી 65 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો.

અરજદારના વકીલ નિર્ભય પ્રશાંતે જણાવ્યું હતું કે જાતિ આધારિત સર્વેને આધારે અનામતમાં વધારો કરવામાં આવ્યો હોવાનો રાજ્ય સરકારે બચાવ કર્યો હતો. જોકે અમે ઇન્દ્રા સાહની કેસમાં અને તાજેતરમાં જ મરાઠાઓ માટે અનામત સંબંધિત મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને તેનો વિરોધ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ રાજ્ય સરકાર 50 ટકાની ટોચની મર્યાદાથી વધુ અનામત દાખલ કરી શકે નહીં.

LEAVE A REPLY