પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં શનિવાર, 15 જૂને એક જ પરિવારના ચાર સભ્યોના રાત્રે રહસ્યમય મોત થતાં ચકચારી મચી હતી. ત્રણ બહેનો અને તેમાંથી એકના પતિના તેમના એપાર્ટમેન્ટમાં મૃતદેહો મળી આવ્યાં હતા. રાજહંસ રેસિડેન્સીમાં E બિલ્ડિંગના પાંચમા માળે ફ્લેટ નં 504માં આ ઘટના બની હતી

પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યા મુજબ ગેસ ગીઝર ચાલુ રાખવાના કારણે શ્વાસ રૂંધાવાથી તેમનું મૃત્યુ થયું હોઈ શકે છે. પોલીસ ફૂડ પોઇઝનિંગની શક્યતાની પણ તપાસ કરી રહી છે.

તેમના મૃતકોની ઓળખ જશુબેન કેશવભાઈ વાઢેર, 58, શાંતુબેન વાઢેર, 55, ગૌરીબેન હીરાભાઈ મેવાડા, 55, અને હરિભાઈ દાનભાઈ મેવાડા (60) તરીકે થઈ હતી. તેઓ રાજહંસ રેસિડેન્સીના પાંચમા માળના એપાર્ટમેન્ટમાં રહેતા હતા અને તેમની ઉંમર 55 થી 60 વર્ષની વચ્ચે હતી. ગૌરી, શાંતા અને હીરાભાઈ ભાવનગરથી જશુભાઇના મોટા પુત્ર મુકેશના ખબર અંતર પૂછવા આવ્યા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મુકેશ તેમને ચા-નાસ્તો આપવા આવ્યો હતો.

LEAVE A REPLY