દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ 2010માં એક કાર્યક્રમમાં કથિત ઉશ્કેરણીજનક ભાષણ બદલ લેખિકા અરુંધતી રોય સામે કડક ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ ધારા (UAPA) હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. અરુંધતી રોય મોદી સરકારના ઘોર ટીકાકાર છે અને અનેક મુદ્દાઓ પર સરકારની ટીકા કરે છે.
રાજ નિવાસના અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ આ કેસમાં અરુંધતી રોય અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય કાયદાના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. શેખ શોકત હુસૈન સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) ધારાની કલમ 45 (1) હેઠળ કાર્યવાહીને મંજૂરી આપી છે.
ગયા ઓક્ટોબરમાં સક્સેનાએ અરુંધતી રોય અને કાશ્મીરની સેન્ટ્રલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર શેખ શૌકત હુસૈન સામે CrPCની કલમ 196 હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી.
અરુંધતી રોય સામે આરોપ છે કે તેમણે અને ગિલાનીએ ભારપૂર્વક પ્રચાર કર્યો કે કાશ્મીર ક્યારેય ભારતનો ભાગ નહોતું અને ભારતના સશસ્ત્ર દળોએ તેના પર બળજબરીથી કબજો કર્યો હતો. તેથી જમ્મુ-કાશ્મીરની ભારતથી સ્વતંત્રતા માટે દરેક શક્ય પ્રયાસો કરવા જોઈએ