ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શનિવારે અપુલિયામાં G7 આઉટરીચ સમિટ દરમિયાન તેમના X એકાઉન્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો તેમનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. (ANI ફોટો)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેનું બોન્ડિંગ વધુને વધુ મજબૂત બની રહ્યું છે. દુબઈમાં COP28 સમિટ દરમિયાન મેલોનીએ ભારતના વડાપ્રધાન સાથે એક સેલ્ફી લીધી હતી અને સોશિયલ મીડિયામાં તે પોસ્ટ કરીને ‘મેલોડી’ નામ આપ્યું હતું., જેમાં મેલોની અને મોદી નામ એકસાથે જોડી દીધું હતું. આ સેલ્ફી સોશિયલ મીડિયા વાયરલ બની હતી અને ચર્ચાનું  કેન્દ્ર બની હતી.

હવે જી-સેવન સમિટીમાં મેલોનીએ મોદી સાથેનો એક સેલ્ફી અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો અને આ બંને ખૂબ જ વાયરલ બન્યા હતા. મેલોનીએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર બંને નેતાઓની એક વીડિયો ક્લિપ  પોસ્ટ કરી હતી. વીડિયો ક્લિપમાં બંને નેતાઓ કેમેરા સામે હાથથી અભિવાદન કરતાં દેખાય છે. આ વીડિયો ક્લિપના ટાઇટલમાં મેલોનીએ લખ્યું છે કે મેલોડી ટીમ તરફી નમસ્કાર. આ પોસ્ટના જવાબમાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે “ભારત-ઇટાલીની મિત્રતા અમર રહે!”

LEAVE A REPLY