ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉથ ઇટાલીના અપુલિયામાં યોજાયેલા જી7 સમિટ દરમિયાન 87 વર્ષીય પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી અને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન કાર્યાલયના મુજબ, ભારત અને હોલી સી (કેથોલિક ચર્ચની વેટિકનસ્થિત સરકાર) 1948માં રાજદ્વારી સંબંધોની સ્થાપનાથી મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. ભારત એશિયામાં બીજા નંબરનો સૌથી વધુ કેથોલિક વસ્તી ધરાવતો દેશ છે, આવતા વર્ષે પોપ ભારતની મુલાકાત લે તેવી સંભાવના છે. અગાઉ વડાપ્રધાન મોદી ઓક્ટોબર 2021માં વેટિકનના એપોસ્ટોલિક પેલેસમાં એક બેઠક દરમિયાન પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. ત્યારે, બંને મહાનુભાવોએ કોવિડ-19 રોગચાળા અને વિશ્વભરના લોકો પર તેની અસરો વિશે ચર્ચા કરી હતી. તેમણે ક્લાઈમેટ ચેન્જને કારણે ઊભા થયેલા પડકારોની પણ ચર્ચા કરી હતી.

LEAVE A REPLY