ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પરથી પ્રવાસીઓને લઈને જતી એક બસ શનિવારે અલકનંદા નદીમાં ખાબકતાં 10 લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા હતા. સરકારી તંત્રને આ ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક ગુમ થયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે.

બદ્રીનાથ હાઈવે પર રેંટોલી પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. યાત્રીઓને લઈને જતી ટેમ્પો ટ્રાવેલર બસના ચાલકે અચાનક કાબૂ ગુમાતા તે અલકનંદા નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં પ્રવાસીઓએ મદદ માટે બૂમો પાડતા મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થયા હતા. આ બસમાં અંદાજે 17 યાત્રીઓ હતા. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને આ ઘટનાની જાણ થતાં તેમણે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ઇજાગ્રસ્તોને નજીકના મેડિકલ સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY