ઇટાલીના બ્રિન્ડિસીમાં સ્વાબિયન કેસલ ખાતે 13 જૂન, 2024ના રોજ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, ઇટાલીના પ્રમુખ સર્જિયો મટારેલા, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ Italian Presidency/Handout via REUTERS

ઇટલીમાં યોજાઈ રહેલી જી-7 દેશોની શિખર બેઠકમાં રશિયાની રશિયાની ટાંચમાં લેવાયેલી સંપત્તિને આધારે યુક્રેનને $50 બિલિયનની લોન આપવા G-7 સંમત થયા હતા. જોકે રશિયાએ જણાવ્યું હતું કે આવી હિલચાલ ગુનાહિત હશે અને અમારી પ્રતિક્રિયા દુઃખદાયક હશે.

અગાઉ યુક્રેન પરના આક્રમણ માટે રશિયા વળતર ન ચુકવે ત્યાં સુધી અમેરિકા અને યુરોપના દેશો રશિયાની પ્રતિબંધિત મિલકતો જપ્ત કરવા માટે સંમત થયા હતા આ હિલચાલની સાથે જી-સેવન દેશોના શિખર સંમેલનમાં કીવ માટે 50 અબજ ડોલરના લોન પેકેજની જાહેરાત થવાનો માર્ગ મોકળો થયો હતો, એમ અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.

જી-સેવન સમીટમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન યુક્રેના વડા વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે એક સિક્યોરિટી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે. અમેરિકા અને યુરોપ વચ્ચેની આ સમજૂતી હેઠળ રશિયાની ટાંચમાં લેવામાં આવેલી આશરે 260 અબજ ડોલરની સંપત્તિના વ્યાજ અને આવકનો જામીનગીરી તરીકે ઉપયોગ કરીને અમેરિકા યુક્રેનને 50 અબજ ડોલરની લોન આપશે. આ ઉપરાંત બીજા ભાગીદાર દેશો પણ વધારાની લોન આપશે. આ લોનનો પ્રથમ હપ્તો આ વર્ષે યુક્રેનને ચુકવવામાં આવશે, જોકે યુક્રેનને આ તમામ નાણાનો ઉપયોગ કરતાં સમય લાગશે.

ધનિક દેશો રશિયા સામે યુક્રેનના સંરક્ષણ દળોને મજબૂત કરવાના નવા માર્ગની ચકાસણી કરી રહ્યાં છે ત્યારે ગુરુવારે બાઇડન અને ઝેલેન્સ્કી વચ્ચે બંને દેશોના દ્વિપક્ષીય સુરક્ષા કરારની ચર્ચાવિચારણા કરવા માટે એક બેઠક યોજાશે.
યુક્રેનને અમેરિકાની આશરે 60 અબજ ડોલરની સહાયની સંસદમાં અટવાયેલી દરખાસ્તને મંજૂર કરાવવામાં વ્હાઇટ હાઉસને સફળતા મળી તેના થોડા મહિનામાં આ હિલચાલ થઈ છે. યુક્રેનને સહાયમાં વિલંબને કારણે રશિયાને યુદ્ધમાં આક્રમણ બનાવાનો સમય મળ્યો હતો.

અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જેક સુલિવાને આ સમજૂતીને યુક્રેન માટે અમેરિકાની પ્રતિબદ્ધતા માટે મહત્ત્વપૂર્ણ ગણાવીને જણાવ્યું હતું કે આ સમજૂતીથી યુક્રેનને એક મહિનો, એક વર્ષ નહીં, પરંતુ ઘણા વર્ષો સુધી સહાય મળશે. સમજૂતીમાં અમેરિકાએ યુદ્ધમાં પોતાના સૈનિકોને મોકલવાની પ્રતિબદ્ધતા આપી નથી. આ મુદ્દે બાઇડને એક રેડલાઇન નક્કી કરી છે, કારણ કે તેઓ અણુશસ્ત્રોથી સજ્જ રશિયા સાથે સીધો સંઘર્ષ કરવા માગતા નથી.

LEAVE A REPLY