ઓડિશાની ભાજપ સરકારે તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં ગુરુવારે વહેલી સવારે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાની દરખાસ્તને મંજૂરી આપી હતી અને 12મી સદીના મંદિરની તાત્કાલિક જરૂરિયાત માટે રૂ.500 કરોડના ફંડની સ્થાપના કરી હતી.
મુખ્યપ્રધાન મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તમામ પ્રધાનોની હાજરીમાં આવતીકાલે વહેલી સવારે પુરી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. ભક્તોને ચારેય દરવાજાથી મંદિરમાં પ્રવેશ મળશે. દરવાજા બંધ થવાથી ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અગાઉના BJD સરકારે કોવિડ-19 મહામારી પછી મંદિરના ચાર દરવાજા બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રધ્ધાળુઓ એક જ દ્વારથી પ્રવેશ કરી શકતા હતા અને તમામ દરવાજા ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.