‘’ભારતના બંધારણીય લોકશાહીના મૂળમાં ચૂંટણીઓ હોય છે, ત્યારે જજીસ બંધારણીય મૂલ્યોની સાતત્યતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે જે દેશની સિસ્ટમનું રક્ષણ કરે છે’’ એમ ભારતની સર્વોચ્ચ અદાલતના ચિફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડે ઓક્સફર્ડ યુનિયન સોસાયટીમાં આપેલા સંબોધનમાં જણાવ્યું હતું.
ન્યાયિક પ્રણાલીમાં વધુ પારદર્શિતા લાવવામાં ટેકોનોલોજીની ભૂમિકા તથા સોશિયલ મીડિયા પર જજીસને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી કેટલીક “અયોગ્ય” ટીકાને સ્વીકારતા પર પ્રકાશ પાડતા CJI ચંદ્રચૂડે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’ટેકોનોલોજીની એકંદર અસર ન્યાયતંત્રને સમાજના વિશાળ વર્ગ સુધી પહોંચવામાં મદદ કરે છે. ચૂંટણીઓ બંધારણીય લોકશાહીના મૂળમાં રહેલ છે ભારતમાં જજીસની ચૂંટણી કરાતી નથી અને એક કારણસર; જજીસ શરતોની સાતત્ય, બંધારણીય મૂલ્યોની સાતત્યની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. લોકશાહીમાં ન્યાયતંત્રની મહત્વની ભૂમિકા એ છે કે આપણે પરંપરાની ભાવનાને અને આપણે એક સારા સમાજનું ભવિષ્ય કેવું હોવું જોઈએ તે પણ પ્રતિબિંબિત કરીએ છીએ.”
તેમણે જણાવ્યું હતું કે ‘’ન્યાયાધીશ તરીકેના મારા 24 વર્ષોમાં ક્યારેય “સત્તાઓ તરફથી રાજકીય દબાણની લાગણી”નો સામનો કર્યો નથી. પરંતુ દેખીતી રીતે ન્યાયાધીશોએ તેમના નિર્ણયોની મોટાભાગે રાજનીતિ પરની અસરથી વાકેફ હોવું જોઈએ.’’
CJI ચંદ્રચુડે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા બાબતે પણ જવાબ આપ્યા હતા.