પુસ્તક ‘લોન્લી પ્લેનેટ માલ્ટા અને ગોઝો: પરફેક્ટ ફોર એક્પ્લોરીંગ ટોપ સાઇટ્સ અન્ડ ટોકીંગ રોડ્સ લેસ ટ્રાવેલ્ડ’ સૌથી વ્યાપક ગાઇડ છે. જે લોકપ્રિય અને ઓછા જાણીતા બંને અનુભવો માટે ભલામણો સાથે આખા દેશને વ્યાપકપણે આવરી લે છે. આ પુસ્તકના સથવારે તમે પ્રાચીન મંદિરોની મુલાકાત લઇ શકો છો, તો ઊંડા ભૂરા પાણીમાં ડૂબકી લગાવી શકો છો અને તમારા વિશ્વાસુ પ્રવાસી સાથી સાથે વેલેટ્ટામાં સેન્ટ જ્હોન્સ કેથેડ્રલની મુલાકાત લઇ શકો છો. પુસ્તકમાં બાળકો માટે હરવાફરવાના અને મજા કરવાના સ્થળોની પણ માહિતી આપવામાં આવી છે.
લોન્લી પ્લેનેટના માલ્ટા અને ગોઝો ટ્રાવેલ ગાઈડની અંદર લોન્લી પ્લેનેટની ટોપ પિક્સ અને પસંદગીના સ્થાનના શ્રેષ્ઠ અનુભવો અને તેની કઇ રીતે મુલાકાત લેવી તેની માહિતી આપવામાં આવી છે. પુસ્તકમાં તમારી વ્યક્તિગત જરૂરિયાતો અને રુચિઓના આધારે પ્રવાસને અંતિમ સ્વરૂપ આપવા માટેની આઇટિનરીઝ મદદ કરે છે. ગાઇડની માહિતી તમને વધુ સમૃદ્ધ, વધુ લાભદાયી મુસાફરીનો અનુભવ આપે છે – પછી ભલે તે ઇતિહાસ, લોકો, સંગીત, લેન્ડસ્કેપ્સ, વન્યજીવન, રાજકારણ હોય.
આ પુસ્તકમાં ખાણી-પીણી, પ્રાદેશિક વાનગીઓ અને પીણાં અંગેની ખૂબ જ સરસ માહિતી આપવામાં આવેલ છે જેમાંની કેટલાકને અજમાવવાની સલાહ આપવામાં આવી છે.
આ ટૂલકિટ – એકલા મુસાફરી કરતા પ્રવાસીઓ, LGBTQIA+ પ્રવાસીઓ, કુટુંબ સાથે ફરવા ગયેલા પ્રવાસીઓ અને સુલભ મુસાફરી માટેના તમામ આયોજનની માહિતી આપે છે. તેમાં ફરવાના કલાકો, વેબસાઇટ્સ, ટ્રાન્ઝિટ ટિપ્સ, કિંમત અને બજેટ માટે પ્રામાણિક માહિતી આપવામાં આવી છે. ક્યાં ખાવું, સૂવું, ફરવા જવું, બહાર જવું, ખરીદી કરવી વગેરેની માહિતી આ પુસ્તકમાં અપાઇ છે.
પુસ્તકમાં સમાવાયેલ સમગ્ર માહિતી રંગીન છે અને 25થી વધુ નકશાઓ તથા તસવીરો સમાવાઇ છે. તેમાં તમારો સમય અને નાણાં બચાવવા માટેની અને ભીડ અને મુશ્કેલી વાળા સ્થળોને ટાળીને સ્થાનિકની જેમ ફરવા માટેની આંતરિક ટિપ્સ આપવામાં આવી છે.
આ પુસ્તકમાં માલ્ટાના વેલેટ્ટા, સ્લીમા, સેન્ટ જુલિયન્સ, પીચીવેલ, ગોઝો, અને કોમીનોને આવરી લેવાયા છે.
2020ના COVID-19 રોગચાળા બાદ જે તે સ્થળો હજી પણ ખુલ્લા છે તેની ખાતરી કરવા માટે પુસ્તક પ્રકાશિત કરતા પહેલાં તમામ બિઝનેસીસની ફરીથી તપાસ કરવામાં આવી હતી.
લોન્લી પ્લેનેટ, એક રેડ વેન્ચર્સ કંપની, વિશ્વની નંબર વન ટ્રાવેલ ગાઈડબુક બ્રાન્ડ છે. 1973થી દરેક પ્રકારના પ્રવાસીઓ માટે પ્રેરણાદાયી અને વિશ્વાસપાત્ર માહિતી પૂરી પાડે છે અને દર વર્ષે લાખો પ્રવાસીઓ તેનો ઉપયોગ કરે છે.
આ પુસ્તકને 5માંથી 4.1 સ્ટારનું રેટીંગ મળેલું છે.
Book: Lonely Planet Malta & Gozo Travel Guide Book
Author: Abigail Blasi
Publisher: Lonely Planet; 9th edition
Price: £11.99