લંડન આર્ટ ગેલેરીમાં એક શોમાં રખાયેલા કિંગ ચાર્લ્સના એક પોટ્રેટ પર એનિમલ રાઇટ્સ એક્ટીવીસ્ટ્સે હુમલો કરાયો હતો અને બે જણાએ પેઇન્ટિંગના કાચ પર પોસ્ટરો ચોંટાડ્યા હતા. ફિલિપ મોલ્ડ ગેલેરીએ કહ્યું કે પોટ્રેટને કોઈ નુકસાન થયું નથી.
જોનાથન યિઓની તે પેઇન્ટિંગ રાજ્યાભિષેક પછીની રાજાની પ્રથમ સત્તાવાર પેઇન્ટિંગ હતી. જેનું ગયા મહિને બકિંગહામ પેલેસમાં કિંગ ચાર્લ્સ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું ત્યારે તે લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું.
એનિમલ રાઇઝિંગ ગ્રૂપે કહ્યું હતું કે તેના બે સમર્થકોએ પેઇન્ટિંગ પર “હળવાશથી” હુમલો કર્યો હતો.