New York, Wednesday, June 12, 2024. AP/PTI(
ગયા સપ્તાહે મુખ્ય રોમાંચક મેચ ભારત અને અમેરિકાની રહી હતી, જેમાં બુધવારે (12 જુન) ભારતે ન્યૂ યોર્કમાં રમાયેલી મેચમાં અમેરિકાને ભારે રસાકસી પછી 7 વિકેટે હરાવ્યું હતું. ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલા અમેરિકાને બેટિંગમાં ઉતાર્યું હતું અને યજમાન ટીમે 8 વિકેટે 110 રન કર્યા હતા.
તેનો એકપણ બેટર 30 રન સુધી પહોંચી શક્યો નહોતો, તો ભારત તરફથી અર્શદીપે ચાર ઓવરમાં ફક્ત 9 રન આપી ચાર વિકેટ તથા હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં એક મેઈડન સાથે 14 રન આપી બે વિકેટ લીધી હતી. બુમરાહ અને સિરાજને આશ્ચર્યજનક રીતે એકપણ વિકેટ નહોતી મળી, બન્ને પ્રમાણમાં મોંઘા પણ રહ્યા હતા.
જવાબમાં ભારતની ઈનિંગની શરૂઆત તો કંગાળ રહી હતી અને 8મી ઓવરમાં તો ભારતે ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોર ફક્ત 39 રનનો થયો હતો. એ પછી, સૂર્યકુમાર યાદવ અને શિવમ્ દુબેએ બાજી સંભાળી વધુ કોઈ વિકેટ ગુમાવ્યા વિના, ભારે સંઘર્ષ પછી 18.2 ઓવરમાં 111 રનો ટાર્ગેટ પુરો કર્યો હતો, જે એક તબક્કે કદાચ મુશ્કેલ પણ બની ગયો હતો.
સૂર્યકુમાર 49 બોલમાં 50 અને શિવમ્ દુબે 35 બોલમાં 31 રન કરી અણનમ રહ્યા હતા, જ્યારે કોહલી, રોહિત શર્મા એક આંકડાના સ્કોરમાં, તો ઋષભ પંત 18 રન કરી આઉટ થયા હતા. અર્શદીપને તેની વેધક બોલિંગ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

LEAVE A REPLY