તાજેતરમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં રાજ્યસભાના સભ્યો પણ ચૂંટાઈ આવતા રાજ્યસભામાં 10 જગ્યાઓ ખાલી પડી છે. આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાં બે-બે તથા હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાં એક-એક રાજ્યસભા બેઠકો ખાલી પડી છે.
રાજ્યસભા સચિવાલયે ખાલી જગ્યાનું નોટિફિકેશન જારી કરતાં ચૂંટણી પંચ આ ખાલી બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરશે. કામાખ્યા પ્રસાદ તાસા, સર્બાનંદ સોનોવાલ, મીશા ભારતી, વિવેક ઠાકુર દીપેન્દ્ર સિંહ હુડ્ડા, જ્યોતિરાદિત્ય સિંધિયા, ઉદયનરાજે ભોંસલે, પીયૂષ ગોયલ, કે. સી. વેણુલાલ અને બિપ્લબ કુમાર દેબ લોકસભામાં ચૂંટાયા છે, તેથી તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપવું પડ્યું છે.