દેશભરમાં ઇ-કોલાઇ ફાટી નીકળ્યા પછી લોકોને ચેતવણી આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડમાં લગભગ 37 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માટે દેશભરમાં વહેંચવામાં આવેલ ખાદ્ય પદાર્થ જવાબગદાર હોવાનું માનવામાં આવે છે.
ઇ-કોલાઇના ઈંગ્લેન્ડમાં 81 કેસ, વેલ્સમાં 18, સ્કોટલેન્ડમાં 13 અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 1 કેસ નોંધાયા છે. ફાટી નીકળેલા તમામ કેસોમાં શિગા ટોક્સિન ઉત્પન્ન કરનાર ઇ-કોલાઇ O145 (Stec) નો સમાવેશ થાય છે, જેના કારણે ગંભીર ઝાડા તેમજ પેટમાં ખેંચાણ અને તાવ આવી શકે છે.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) એ જણાવ્યું છે કે ઇ-કોલાઇ ફાટી નીકળવાના કારણે અસ્પષ્ટ સંખ્યામાં લોકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. તપાસ સૂચવે છે કે યુકેમાં નોંધાયેલા 113 કેસમાંથી મોટાભાગના “એક જ કારણોસર ફાટી નીકળ્યો છે. પરંતુ તે માટે જવાબદાર માનવામાં આવતી “ખાદ્ય વસ્તુ” વિશે વધુ વિગતો આપવામાં આવી નથી. ભોગ બનેલા લોકો બે વર્ષથી લઇને 79 વર્ષની વયની વ્યક્તીઓ છે, જેમાં મોટાભાગના યુવાન વયસ્કો છે.
આ રોગના લક્ષણો બે અઠવાડિયા સુધી ટકી શકે છે અને કેટલાક દર્દીઓમાં, મુખ્યત્વે બાળકોમાં તે હેમોલિટીક યુરેમિક સિન્ડ્રોમ (એચયુએસ) નું કારણ બની શકે છે – એક ગંભીર જીવલેણ સ્થિતિ જે કિડનીની નિષ્ફળતામાં પરિણમે છે.
આ રોગ ઘણીવાર દૂષિત ખોરાક ખાવાથી ફેલાય છે પરંતુ તે ચેપગ્રસ્ત વ્યક્તિ, ચેપગ્રસ્ત પ્રાણી અથવા તેના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં આવવાથી પણ ફેલાય છે. જો કે હાલમાં ખુલ્લા ખેતરો, પીવાનું પાણી અથવા દૂષિત દરિયાઈ પાણી, તળાવો અથવા નદીઓમાં તરવાવા કારણે તે ફાટી નીકળ્યો હોય તેવા કોઈ પુરાવા નથી”.
ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી (FSA)ના ડેરેન વ્હીટબીએ જણાવ્યું હતું કે: “FSA આ બીમારીના સ્ત્રોતને ઓળખવા માટે UKHSA અને સંબંધિત જાહેર આરોગ્ય સંસ્થાઓ સાથે કામ કરી રહી છે, જે એક અથવા વધુ ખોરાક સાથે સંકળાયેલી હોવાની શક્યતા છે. અમે લોકોને સલાહ આપીએ છીએ કે ખોરાક સાથે કામ કરાતું હોય ત્યારે સારી સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં આવે, નિયમિતપણે સાબુ અને ગરમ પાણીથી હાથ ધોવા અને ખાતરી કરવી કે સાધનો, વાસણો અને સપાટી પરના ખાદ્યપદાર્થોને ચેપલાગતો અટકાવવા માટે તે સારી રીતે સાફ કરવામાં આવે. જો તમને લક્ષણો હોય, અથવા લક્ષણો બંધ થયા પછી 48 કલાક સુધી તમારે અન્ય લોકો માટે ખોરાક તૈયાર ન કરવો જોઈએ. ફળ અને શાકભાજી સારી રીતો ધોવા જોઇએ અને ખાદ્ય સ્વચ્છતાના પગલાંને અનુસરવું જોઇએ.