- સરવર આલમ દ્વારા
જો લેબર પાર્ટી આવતા મહિને સત્તા પર આવશે તો ભારત સાથે લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી છે તે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પૂર્ણ કરવો એ લેબર પાર્ટીની પ્રાથમિક
તા હશે એમ લેબર પાર્ટીના શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી અને એમપી જોનાથન રેનોલ્ડ્સે ઈસ્ટર્ન આઈને જણાવ્યું હતું.
ભારત અને યુકે વચ્ચેની વાટાઘાટોનો ચૌદમો રાઉન્ડ માર્ચમાં કોઈ સમજૂતી થયા વિના સમાપ્ત થયો છે. હવે જ્યારે ભારતમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે ત્રીજી મુદત માટે વરાયા છે અને યુકેની ચૂંટણીને એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે ત્યારે એવી આશા છે કે વડા પ્રધાન પદે આરૂઢ થનાર ઋષિ સુનક અથવા લેબર નેતા સર કેર સ્ટાર્મર સત્તા પર આવતાની સાથે જ FTA વાટાઘાટો ફરી શરૂ કરશે.
શેડો સેક્રેટરી બન્યા પછી ફેબ્રુઆરીમાં ભારતની પ્રથમ વિદેશ યાત્રા કરનાર રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે “ભારત FTAની દ્રષ્ટિએ એક વિશાળ સંભવિત પુરસ્કાર છે અને તે અમારા માટે પ્રાથમિકતા છે અને તેથી જ મેં શેડો બિઝનેસ સેક્રેટરી તરીકે પ્રથમ પ્રવાસ ભારતનો કર્યો હતો. ભારત જેવી મોટી, જટિલ, સફળ અર્થવ્યવસ્થા પાસે જરૂરિયાતોનો સમૂહ છે જે તે વેપાર વાટાઘાટોને ઘણી વખત મુશ્કેલ બનાવે છે. પરંતુ મને લાગે છે કે સંભવિત ક્ષેત્રોનો સ્પષ્ટ સમૂહ છે જે તેનાથી લાભ મેળવી શકે છે. ઉપરાંત, તેની સાથે રોકાણ માટે વાટાઘાટ કરવામાં આવી રહી છે. હું ભારપૂર્વક કહું છું, તે બંને પક્ષો માટે સારો સોદો હશે.”
રેનોલ્ડ્સે કહ્યું હતું કે ‘’ભારત અત્યારે વિશ્વની સૌથી ઉત્તેજક અર્થવ્યવસ્થાઓમાંનો એક છે. ત્યાં મોટી સંખ્યામાં સફળતા મળે છે અને અવિશ્વસનીય વૃદ્ધિ દર વર્ષે ચક્રવૃદ્ધિ રીતે થાય છે. મને લાગે છે કે સરકાર ઘણી વખત વધુ વચનો આપવા માટે દોષિત બને છે અને આ સોદા કેટલા જટિલ હોઈ શકે છે તેના પર પ્રતિબિંબિત કરતી નથી. સ્પષ્ટપણે સ્થિરતા મહત્વપૂર્ણ છે – તેથી હું આ ક્ષણે યુકે સરકાર સાથે વાટાઘાટો કરી રહેલા લોકોને સ્પષ્ટ ખાતરી આપવા માંગુ છું – લેબર પણ ઈચ્છુક ભાગીદાર બનશે.”
બ્રિટિશ ચેમ્બર્સ ઑફ કોમર્સ (બીસીસી)એ પોતાના પાંચ-પોઇન્ટના “ચૂંટણી ઢંઢેરામાં” સ્વિટ્ઝર્લેન્ડ, ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ, તુર્કી અને ભારત સહિત મુખ્ય વેપાર સોદાઓ પૂર્ણ કરવા વિનંતી કરી હતી.
ભારત અને યુકે વચ્ચેનો એફટીએ 2030 સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર બમણો કરીને £86 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા સાથે બ્રિટિશ બિઝનેસીસ માટે નવી ચેનલો ખોલશે. ગત માર્ચમાં, ભારતે નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, આઇસલેન્ડ અને લિક્ટેંસ્ટાઇનથી બનેલા યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે FTA પર હસ્તાક્ષર કર્યા હતા. જેને પગલે ભારતમાં £77.8 બિલિયનનું રોકાણ જોવા મળશે.
ભારત આગામી ત્રણ વર્ષમાં $5 ટ્રિલિયનની જીડીપી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અને 2030 સુધીમાં તે $7 ટ્રિલિયનને સ્પર્શે તેવી અપેક્ષા છે.
યુકે અને ભારતે જાન્યુઆરી 2022માં વેપાર વાટાઘાટો શરૂ કરી ત્યારે વડા પ્રધાન બોરીસ જોન્સનનો ઇરાદો ઓક્ટોબર 2022માં દિવાળી સુધીમાં કરવાનો હતો. વિઝા અને સામાજિક સુરક્ષા પ્રસ્તાવિત સોદાના સૌથી રાજકીય રીતે સંવેદનશીલ ભાગોમાંના એક છે.
ગયા મહિને, 121 બિઝનેસ લીડર્સે લેબર પાર્ટીની આર્થિક યોજનાઓને સમર્થન આપતા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં તેઓ માને છે કે પાર્ટી લાંબા ગાળાની વૃદ્ધિ પર “વ્યવસાય સાથે કામ કરવા માંગે છે”.
રેનોલ્ડ્સે નાના બિઝનેસીસને મદદ કરવાના પગલાંના પેકેજના ભાગ રૂપે બિઝનેસ રેટ્સને રદ કરવાની અને મોડી ચૂકવણી પર કડક કાર્યવાહી કરવાની લેબરની યોજનાઓ વિષે જણાવ્યું હતું.