Param Pujya Swami Chidananda Saraswati (Muniji)
– પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
ઘણા લોકોના સપના સારું શિક્ષણ, સારા પગારવાળી કારકિર્દી, એક સરસ ઘર, તગડું બેલેન્સ ધરાવતું બેંક ખાતું, બે બાળકો અને વારંવાર યુરોપમાં રજાઓની મજા (અથવા બીચ પર, અથવા સ્કીઇંગ, અથવા…) હોય છે. પરંતુ આ સુખ નથી. જેની પાસે આ બધી વસ્તુઓ છે તેને પૂછો કે શું તેઓ ખરેખર ‘ખુશ’ છે? તમે તેનો જવાબ સામાન્ય રીતે ‘ના’ સાંભળશો. તેનું કારણ એ છે કે આ વસ્તુઓ હાંસલ કરવા માટે, તેમણે વારંવાર એવી વસ્તુઓનો ત્યાગ કરવો પડ્યો છે જે વાસ્તવિક સુખ લાવે છે: ઊંડું આધ્યાત્મિક જીવન, પરિવાર સાથે અર્થપૂર્ણ રીતે વીતાવાતો સમય, સેવા કરવાનો સમય.
આનો અર્થ એ નથી કે પૈસા હોવું અદભુત નથી. હા, તે તમને જીવનમાં ઘણી પસંદગીઓ કરવાની સ્વતંત્રતા આપે છે. તે તમને તમારા બાળકો માટે સારી રીતે પ્રદાન કરવાની મંજૂરી આપે છે. તે તમને આરામથી જીવવા દે છે. તે તમને ખાતરી આપે છે કે તમારા બાળકો માટે અને તમારી નિવૃત્તિ માટે પૈસા બાકી છે. પરંતુ, તે તમારા અથવા તમારા બાળકોના જીવનમાં ઊંડી ખુશી અને પરિપૂર્ણતા લાવશે એવું નથી.
પૈસા કમાવા સારું છે, પૈસાદાર બનવું સારું છે. આપણા શાસ્ત્રોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી રામ બંને રાજા હતા અને મહેલોમાં રહેતા હતા. જો કે મુદ્દો એ છે કે સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે. દ્વારકા (ભગવાન કૃષ્ણ જ્યાંના રાજા હતા તે શહેર) સોનાનું બનેલું હતું. આમ છતાં, લંકા (રાક્ષસ-રાજા રાવણનું રાજ હતું એ દેશ)ની તુલના કરો તો દ્વારકા સ્વર્ગ અને લંકા નર્ક કઈ રીતે બન્યા?
ભગવાન શ્રી કૃષ્ણ શુદ્ધતા, અનાસક્તિ અને દાતાનું જીવન જીવ્યા. રાવણ લોભ, વાસના, આસક્તિ, અને હિતવાદ જીવન જીવતો હતો. ભગવાન કૃષ્ણે જરૂરતમંદોને મદદ કરવા માટે તેમની સંપત્તિ અને તેમની શક્તિનો ઉપયોગ કર્યો, ત્યારે રાવણે ક્યારેય બીજાને મદદ કરવા માટે એક ચપટી સોનું આપ્યું નહોતું.
ભગવાન કૃષ્ણનું જીવન શેરિંગ અને સંભાળનું હતું. રાવણે ન તો અન્ય સાથે ભાગીદારી કરી કે ન તો કોઈ અન્યની કાળજી લીધી. દિવાલોમાં રહેલું સોનું સાચો મહેલ બનાવે છે એવું નથી. તે રાજા અને ત્યાં રહેતા લોકોના હૃદયમાં સોનું છે. દિલમાં સોનું હોય તો ઘર બે રૂમનું હોય કે બેસો રૂમનું હોય એ મહેલ છે. હૃદય પથ્થરનું હોય, તો ઘર ઝૂંપડપટ્ટી છે, ભલે દીવાલો હીરા જડેલી હોય.
એવા લોકોને જુઓ જેઓ ખૂબ જ અમીર ગણાય છે. શું તમે સુખ જુઓ છો? તમે આનંદ જુઓ છો? શું તમને સાચો સંતોષ દેખાય છે? ઘણુંખરૂં નહીં. છતાં ઋષિઓને જુઓ, સાધુઓને જુઓ. તેઓ શું ધરાવે છે? કંઈ નહીં. પણ તેમની આંખોમાં ચમકતો પ્રકાશ જુઓ…”

LEAVE A REPLY