મોદીના પ્રધાનમંડળમાં કુલ સાત મહિલાઓનો સમાવેશ કરાયો છે. તેમાંથી બે મહિલાને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવી છે. બીજી ટર્મના મોદીના પ્રધાનમંડળમાં કુલ 10 મહિલા પ્રધાનો હતી.
આ વખતે સ્મૃતિ ઈરાની, ડૉ. ભારતી પવાર, સાધ્વી નિરંજન જ્યોતિ, દર્શના જરદોશ, મીનાક્ષી લેખી અને પ્રતિમા ભૌમિકને પડતી મૂકવામાં આવી છે. નવા પ્રધાનમંડળમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામન, ભાજપના સાંસદો અન્નપૂર્ણા દેવી, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને નિમુબેન બાંભણીયા અને અપના દળના સાંસદ અનુપ્રિયા પટેલનો સમાવેશ કરાયો છે. સીતારામન અને અન્નપૂર્ણા દેવીને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે બાકીના મહિલા સાંસદોએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા છે. આ વર્ષે કુલ 74 મહિલાઓએ લોકસભા ચૂંટણી જીતી છે.