REUTERS/Gonzalo Fuentes
ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં જર્મનીના એલેકઝાન્ડર ઝવેરેવને સંઘર્ષભર્યા જંગમાં 6-3, 2-6, 5-7, 6-1, 6-2થી હરાવી પોતાનું ત્રીજું ગ્રાંડ સ્લેમ ટાઈટલ હાંસલ કર્યું હતું. ચાર કલાક 19 મિનિટના મુકાબલામાં વિજય પછી 21 વર્ષનો અલ્કારાઝ નાની વયે ત્રણ ગ્રાંડ સ્લેમ ટાઈટલ વિજયમાં રફેલ નાડાલ પછી બીજા ક્રમે રહ્યો હતો.
આ અગાઉ 2022માં તે યુએસ ઓપનમાં અને પછી 2023માં વિમ્બલડન ચેમ્પિયન બન્યો હતો. ઝ્વેરેવ મેજર ટુર્નામેન્ટની ફાઈનલમાં બીજી વખત રનર અપ રહ્યો હતો. અગાઉ 2020 યુએસ ઓપનમાં તે ડોમિનિક થીએમ સામે હાર્યો હતો.
તો મહિલા સિંગલ્સમાં વર્લ્ડ નં. 1 અને ડીફેન્ડીંગ ચેમ્પિયન પોલેન્ડની ઈગા સ્વીઆટેકે ઈટાલીની પાઓલીનાને સીધા સેટમાં 6-2, 6-1થી આસાનીથી હરાવી ટાઈટલ જાળવ્યું હતું. સ્વીઆટેકનું આ ચોથું ફ્રેન્ચ ઓપન ટાઈટલ છે. તેણે ફક્ત એક કલાક અને ૮ મિનિટમાં જ પાઓલીનાને હરાવી હતી. આ વિજય સાથે સ્વીઆટેક ઓપન એરામાં સતત ત્રણ ફ્રેન્ચ ઓપન જીતનારી ત્રીજી મહિલા ખેલાડી બની છે. અગાઉ મોનિકા સેલેસે ૧૯૯૦થી ૧૯૯૨ સુધી અને જસ્ટીન હેનિને ૨૦૦૫થી ૨૦૦૭ સુધી આવી સિદ્ધિ મેળવી હતી.

LEAVE A REPLY