REUTERS/Joe Skipper/File Photo

નાસાની ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને સહયાત્રી બૂચ વિલ્મોરે બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં સવાર થઇને સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ઉતરાણ કર્યું હતું. સ્પેસ સ્ટેશન પર પહોંચતાની સાથે સુનિતા ખુશીથી ઝુમી ઉઠી હતી અને તેનો ડાન્સ કરતાં વીડિયો બહાર આવ્યો હતો.

સુનિતા વિલિયમ્સે બુધવારે સ્ટારલાઇનમાં સવાર થઈને અવકાશ માટે ત્રીજી વખત ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો હતો. આ ટેસ્ટ ફ્લાઇટની સુનિતા વિલિયમ્સ પાયલટ છે, જ્યારે વિલ્મોર મિશનના કમાન્ડર છે.

બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાને કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઉડાન ભર્યાના આશરે 26 કલાકની સફર પછી ગુરુવારે બપોરે 1:34 કલાકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સફળતાપૂર્વક ડોક થયું હતું.

વિલિયમ્સે તેમના પરિવાર અને મિત્રોનો આભાર માનીને જણાવ્યું હતું કે  અહીં અમારો બીજો પરિવાર છે, જે અદભૂત છે. અમે અવકાશમાં હોઈ શકે તેટલા જ ખુશ છીએ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સફર દરમિયાન આ બંને અવકાશયાત્રીઓએ અવકાશમાં સ્ટારલાઇનરના મેન્યુએલ ઉડાન સહિતના સંખ્યાબંધ પ્રયોગો કર્યા હતા. હાલમાં સ્પેશ સ્ટેશન પર બીજા સાત અવકાશયાત્રીઓ છે. તેઓ સાથે મળીને અવકાશમાં વિવિધ પરીક્ષણોમાં અને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.

મિશન ટીમોએ અવકાશયાનમાં ત્રણ હિલીયમ લીકની સમસ્યાને દૂર કરી હતી. એક લીકેજની સમસ્યા ઉડાન પહેલાની હતી અને તેની ચર્ચાવિચારણા કરાઈ હતી. બીજી સમસ્યા ઓર્બિટ દરમિયાન ચાલુ થઈ હતી.

સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર આશરે સપ્તાહ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેશે આ પછી તેઓ સ્ટરલાઇનમાં સવાર થઈને પરત આવશે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના ભાગરૂપે આ ​​મિશન સ્ટારલાઇનર અવકાશયાનની પ્રથમ સમાનવ ઉડાન હતી.

 

 

0000000000000

LEAVE A REPLY