એર ઇન્ડિયાએ 18 ઓગસ્ટ 2024થી બેંગલુરુ અને લંડન ગેટવીક (LGW) વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટ ચાલુ કરવાની સાત જૂને જાહેરાત કરી હતી. આની સાથે યુકેના બીજા ક્રમના સૌથી મોટા એરપોર્ટ સાથે જોડાણ ધરાવતું બેંગલુરુ ભારતનું પાંચમું શહેર બનશે. નવી ફ્લાઇટ સર્વિસથી યુકેમાં એર ઇન્ડિયાની હાજરી વધુ મજબૂત થશે.
એર ઈન્ડિયા બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) અને લંડન ગેટવિક વચ્ચે અઠવાડિયામાં પાંચ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. તેનાથી ભારતમાંથી લંડન ગેટવિક વચ્ચેની ફ્લાઈટ્સની કુલ સંખ્યા એક અઠવાડિયામાં 17 થશે.
એરલાઇન આ રૂટ પર તેના બોઇંગ 787 ડ્રીમલાઇનર એરક્રાફ્ટનો ઉપયોગ કરશે, આ વિમાનના બિઝનેસ ક્લાસમાં 18 ફ્લેટ બેડ અને ઇકોનોમીમાં 238 સીટો હશે.
એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે
“અમને અમારા મહેમાનો માટે બેંગલુરુ અને લંડન ગેટવિક વચ્ચે અનુકૂળ, નોન-સ્ટોપ ફ્લાઈટ્સ ઓફર કરતા આનંદ થાય છે. આ નવો રૂટ આ બે મહત્વપૂર્ણ બિઝનેસ અને લીઝર ડેસ્ટિનેશન વચ્ચે મુસાફરીની વધતી જતી માંગને પૂર્ણ કરે છે તથા અમારા વૈશ્વિક નેટવર્કને વિસ્તારવા માટેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.”
એર ઈન્ડિયા હાલમાં અન્ય ચાર ભારતીય શહેરોને લંડન ગેટવિક સાથે જોડે છે. તેમાં અમદાવાદ, અમૃતસર, ગોવા અને કોચીનો સમાવેશ થાય છે.
 

LEAVE A REPLY