ભારતીય હવામાન વિભાગ દ્વારા 9 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ અને પૂર્વ મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 08 જૂન, 2024ના રોજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, દક્ષિણ મહારાષ્ટ્ર, તેલંગાણા અને દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો અને તટીય આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. આવનારા 2-3 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, મહારાષ્ટ્રના વધુ કેટલાક ભાગો (મુંબઇ સહિત) અને તેલંગાણામાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ ધરાવે છે.
કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, કર્ણાટક અને કેરળ અને માહે, લક્ષદ્વીપમાં ગાજવીજ, વીજળી અને તોફાની પવન (40-50 કિમી પ્રતિ કલાક) સાથે એકદમ વ્યાપકથી વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન તટીય આંધ્રપ્રદેશ અને યનમ, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઇકલમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આગામી 5 દિવસ દરમિયાન રાજસ્થાનને બાદ કરતા ઉત્તર-પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વીય મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળના ગંગા તટના અલગ અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિની સંભાવના છે. ઓડિશા, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ અને આ વિસ્તારમાં કેટલાક ભાગોમાં લૂથી લઈને તીવ્ર ગરમીની સ્થિતિની સંભાવના છે.