ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળનો શપથ ગ્રહણ સમારોહ 09 જૂને યોજાશે. આ પ્રસંગે ભારતનાં પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રનાં નેતાઓને વિશિષ્ટ અતિથિઓ તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રીલંકાના પ્રેસિડેન્ટ રાનિલ વિક્રમસિંઘે; માલદિવના પ્રેસિડેન્ટ ડૉ. મોહમ્મદ મુઈઝ્ઝુ; સેશેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અહમદ આફીફ; બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીના; મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જગન્નાથ; નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’; અને ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગેને શપથ સમારંભમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ તમામ મહેમાનો શપથગ્રહણ સમારંભમાં સહભાગી થવા ઉપરાંત તે દિવસે જ સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં પણ હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત ત્રીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે આ નેતાઓને એ ભારત દ્વારા તેની ‘પડોશી પ્રથમ’ની નીતિ અને ‘સાગર’ વિઝનને સર્વોચ્ચ પ્રાથમિકતાના ભાગ છે.

LEAVE A REPLY