રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને તાજેતરમાં પશ્ચિમી દેશો દ્વારા યુક્રેનને આધુનિક શસ્ત્રો આપવાની ટીકા કરી હતી, તેમણે દલીલ કરી હતી કે, રશિયન સરકાર પશ્ચિમી દેશો પર હુમલો કરવા માટે અન્ય દેશોને આ પ્રકારના શસ્ત્રો આપી શકે છે. પુતિને આ ટિપ્પણી વિદેશી મીડિયા માટે ખૂબ જ ઓછી સંખ્યામાં યોજાતી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી. અમેરિકા સહિતના ઘણા પશ્ચિમી દેશોએ યુક્રેનને રશિયામાં હુમલો કરવાની મંજૂરી આપ્યા પછી તેમણે આ નિવેદન આપ્યું હતું, આ પગલાને મોસ્કોએ ગંભીર રીતે ખોટું અનુમાન ગણાવ્યું હતું.
પુતિને જણાવ્યું હતું કે, “જો કોઈ એવું વિચારે છે કે આપણા વિસ્તારમાં હુમલો કરવા અને આપણા માટે સમસ્યાઓ ઊભી કરવા માટે યુદ્ધ ક્ષેત્રમાં આવા શસ્ત્રો આપવાનું શક્ય છે, તો શા માટે આપણને વિશ્વના એવા પ્રદેશોમાં આવા હથિયારો આપવાનો અધિકાર નથી જ્યાં પશ્ચિમી દેશોના સંવેદનશીલ સ્થાનો પર હુમલો થશે. એટલે કે, પ્રતિસાદ સમાન ન હોય શકે. અમે તે અંગે વિચારીશું.” પરંતુ ક્રેમલિનના વડા 71 વર્ષીય પુતિને “બોલોક્સ” સૂચનોને ફગાવ્યા હતા કે રશિયાએ નાટોના સભ્ય દેશો પર હુમલો કરવાની યોજના બનાવી હતી. પુતિને ચેતવણી આપી હતી કે, યુક્રેનને પશ્ચિમી દેશો તરફથી હથિયારો આપવાની તરફેણ “ખૂબ જ નકારાત્મક પગલું” છે અને તેને આપનાર દાતાઓ શસ્ત્રો પર “નિયંત્રણ” મેળવી રહ્યા છે.

LEAVE A REPLY