પ્રતિક તસવીર

સ્થળ: 4a કેસલટાઉન રોડ વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન, W14 9HE સંપર્ક:  020 7381  3086 & email [email protected]

  • 39મા વર્ષમાં પ્રવેશ કરતા ભવન દ્વારા તા. 20 જુલાઇથી 11 ઓગસ્ટ દરમિયાન સમર સ્કૂલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. યુકેમાં ભારતીય ક્લાસિકલ આર્ટ્સમાં માટે મોખરાનું સ્થળ ગણાતા ભવન ખાતે ભારત અને યુરોપના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા ત્રણ અઠવાડિયા સુધી હિન્દુસ્તાની અને કર્ણાટિક વોકલ, સિતાર, તબલા અને મૃદંગમથી માંડીને ભરતનાટ્યમ અને કથક સુધીની સઘન તાલીમ આપવામાં આવશે.
  • શંભુ અને પુનિતા ગુપ્તા દ્વારા સિતાર રિપેર વર્કશોપનું આયોજન રવિવાર 9 જૂનના રોજ સવારે 30થી 4.30 દરમિયાન રાખવામાં આવ્યું છે. જેમાં સિતારની જાળવણી, રીપેરીંગ વગેરે અંગે માહિતી આપવામાં આવશે.
  • ફ્રેન્ચ ભાષાના નાટક UN AIR DE FAMILLE નું આયોજન એગ્નીસ જૌઈ અને જીન-પિયર બેકરી દ્વારા તા. 13 અને તા. 14 જૂનના રોજ સાંજે 7.30થી 9 દરમિયાન રાખવામાં આવ્યું છે.
  • પ્રખ્યાત ભરતનાટ્યમ કલાકાર અને કોરિયોગ્રાફર દિવ્યા રવિ દ્વારા ભરતનાટ્યમનું આયોજન શનિવાર તા. 15 જૂનના રોજ સાંજે 6.30થી 8pm દરમિયાન કરવામાં આવ્યું છે. તેમની સાથે નટ્ટુવંગમ – માવિન ઘૂ; ગાયક – શરણ સુબ્રમણ્યમ; મૃદંગમ – એમ બાલાચંદર; વીણા – શિવનુજન શિવકુમારન સંગત આપશે.
  • ડૉ. પ્રિયા વિરમાણી દ્વારા ધ ટ્રિનિટી શોનું આયોજન બુધવાર તા. 19 જૂનના રોજ સાંજે 6.30થી 8 દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રિનિટીના સ્વરૂપો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના આધુનિક સંદર્ભમાં પ્રાચીન ભારતીય શાણપણનું પ્રદર્શન કરાશે.
  • ‘માનસિક સ્વાસ્થ્યના અનુભવ માટે સિતાર’ના રિષભ રિખીરામ શર્માના સોલો રીસાઇટલ કાર્યક્રમનું આયોજન રવિવાર તા. 23 જૂનના રોજ સાંજે 6થી 8 દરમિયાન કરવામાં આવ્યું છે.
  • સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા ‘આદ્ય પૂજ્ય’ કાર્યક્રમનું આયોજન શુક્રવાર તા. 28 જૂનના રોજ સાંજે 6.30થી 8.30 સુધી રાખવામાં આવ્યું છે. જેમાં ભાષાઓની માતા સંસ્કૃતના રચનાઓ, અભિવ્યક્તિઓ પ્રકાશિત કરાશે. સંપર્ક: 07983 988 933.
  • પ્રસિદ્ધ ગાયક સૌનક ચટ્ટોપાધ્યાય અને સાશા ઘોષાલ દ્વારા ‘ટાગોર એન્ડ બિયોન્ડ’ કાર્યક્રમનું આયોજન રવિવાર તા. 30 જૂનના રોજ સાંજે  4.30થી 7.30 દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં રવીન્દ્રનાથ ટાગોર પર પરંપરાગત ભારતીય સંગીતના પ્રભાવ અને બોલિવૂડ પર તેમના વારસાની અસર વિશે સમજ મળશે. સંપર્ક: મનોશી બરુઆ 07754889469.

    નવનાત વણિક એસોસિએશન યુકે દ્વારા સ્વયંસેવકો માટે ડિનરનું આયોજન

    નવનાત વણિક એસોસિએશન યુકેને સફળતા અપાવનાર નવનાત વણિક એસોસિએશન યુકે અને સંલગ્ન એક્ઝિક્યુટિવ કમિટી, બોર્ડ ઑફ એડવાઈઝર, સબ કમિટી, કો-ઓપ્ટેડ મેમ્બર, ઝૂમ ટીમ, વેબ ટીમ, એવી અને આઈટી ટીમ, કિચન કમિટી, ઈવેન્ટ કોઓર્ડિનેટર્સ અને હોલ અને ગ્રાઉન્ડ મેન્ટેનન્સ માટે સેવાઓ આપનાર સ્વયંસેવકો માટે વાર્ષિક ‘વોલન્ટિયર્સ ડિનર’નું આયોજન શનિવાર 8 જૂન 2024ના રોજ સાંજે 5:30થી મોડે સુધી રાખવામાં આવ્યું છે. જેમાં ડીનર ઉપરાંત પ્રવચન, ચર્ચાઓ અને સંગીતનો લાભ મળશે.

LEAVE A REPLY