નોર્થ-વેસ્ટ લંડનમાં આવેલી નોર્થવિક પાર્ક હોસ્પિટલના સર્જન ડૉ. ભાવ પટેલે સૌ પ્રથમ બોન બ્રિજ ઈમ્પ્લાન્ટ કર્યું છે જેના કારણે પરંપરાગત શ્રવણ સાધનનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય તેવા લોકોને વધુ સહાય મળશે. આ ઉપકરણ કાનના ક્ષતિગ્રસ્ત ભાગોને બાયપાસ કરી ખોપરીના હાડકાં દ્વારા અવાજને સીધો આંતરિક કાનમાં મોકલે છે.
હેમેલ હેમ્પસ્ટેડની 26 વર્ષીય નર્સ પેશન્ટ દાનુતા બુકાંસ્કાએ ડૉ. ભાવ પટેલના કામ વિશે જાણ્યા પછી નોર્થવિક પાર્કમાં સારવાર લેવાનું પસંદ કર્યું. અવિકસિત જમણા કાન સાથે જન્મેલા, બુકાનસ્કાને આંશિક બહેરાશનો સામનો કરવો પડ્યો હતો અને ચામડીના ચેપના જોખમને કારણે તે મેટલ ઇમ્પ્લાન્ટ માટે અયોગ્ય હતી.
ડૉ. ભાવ પટેલે કહ્યું હતું કે “આ પ્રક્રિયા એક કલાકમાં પૂર્ણ થઈ અને દર્દીને તે જ દિવસે ઘરે જવાની મંજૂરી મળી હતી. અમારો અંદાજ છે કે દર વર્ષે લગભગ 30 દર્દીઓ આ જીવન બદલી નાખે છે.”
ટ્રસ્ટ હાલમાં ચાર વધારાના દર્દીઓ માટે ભંડોળની રાહ જોઈ રહ્યું છે.