(ANI Photo)

આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં એન ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ આંધ્રપ્રદેશમાં પુનરાગમન કર્યું હતું. એન ચંદ્રબાબુ નાયડુ 9 જૂને આંધ્રપ્રદેશના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લે તેવી શક્યતા છે. ટીડીપીની આગેવાની હેઠળના ગઠબંધન કુલ 175માંથી 165 બેઠકો પર વિજય થયો હતો. લોકસભાની પણ રાજ્યની કુલ 25માંથી 16 બેઠકો પર ટીડીપીનો વિજય થયો હતો.

આંધ્રપ્રદેશમાં મુખ્યપ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીની પ્રાદેશિક પાર્ટી વાયએસઆરસીપી, એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ત્રિકોણીય મુકાબલો હતો. રાજ્યમાં ભાજપે ચંદ્રાબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપી અને પવન કલ્યાણની આગેવાનીવાળી જનસેના પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું.
રાજ્યમાં સત્તારૂઢ YSRCP તમામ 175 બેઠકો પર ચૂંટણી લડી હતી. એનડીએના ભાગીદારો વચ્ચે બેઠક વહેંચણીના

સોદાના ભાગરૂપે ટીડીપીને 144 વિધાનસભા બેઠકો ફાળવામાં આવી હતી, જ્યારે ભાજપે 10 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યાં હતા.

રાજ્યમાં લોકસભાની કુલ 25 બેઠકો હતી. YSRCPએ રાજ્યની તમામ લોકસભા બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જ્યારે એનડીએના ભાગીદારો વચ્ચે બેઠક વહેંચણીના સોદાના ભાગરૂપે ચંદ્રાબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપીએ 17 બેઠકો પર અને ભાજપે 6 લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યાં હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં YSRCPએ 22 લોકસભા બેઠકો જીતી હતી, જ્યારે TDPને માત્ર 3 બેઠકો મળી હતી

LEAVE A REPLY