ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં સતત પાંચ વખતથી મુખ્યપ્રધાન રહેલા બિજુ પટનાયકની પ્રાદેશિક પાર્ટી બિજુ જનતાદળ (BJD)ને હરાવીને ભાજપે ઇતિહાસ રચ્યો હતો. રાજ્યની કુલ 147 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 77 પર આગળ હતો અથવા વિજયી બન્યો હતો. બિજુ જનતાદળે 56 બેઠકો પર કોંગ્રેસ 11 બેઠકો પર સરસાઈ મેળવી હતી.
સમગ્ર આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી, ભાજપ અને જનસેનાના કાર્યાલયોમાં ઉજવણી થઈ હતી
ઓડિશાની ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા બીજેડી અને બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) વચ્ચે હતી. રાજ્યમાં કોંગ્રેસ પણ મેદાનમાં હતી.
રાજ્યમાં 2019ની વિધાનસભા ચૂંટણીમાં BJDએ 147 બેઠકોમાંથી 113 બેઠકો જીતીને પ્રચંડ સફળતા મેળવી હતી. ભાજપને 23 બેઠકો સાથે બીજા ક્રમે રહ્યો હતો. કોંગ્રેસને નવ બેઠકો અને સીપીએમને એક બેઠક મળી હતી.
ઓડિશા આશરે બે દાયકાથી બિજુ પટનાયકની બીજેડીનો ગઢ રહ્યો છે, પરંતુ રાજ્યમાં ભાજપ સતત તેના વ્યાપમાં વધારો કરી રહ્યો છે. બીજેડીએ 2014માં લોકસભાની ચૂંટણીમાં 20 બેઠકો જીતી હતી અને ભાજપે માત્ર એક જ જીત મેળવી હતી, 2019માં ભાજપે જીતેલી બેઠકોની સંખ્યા વધીને આઠ થઈ ગઈ હતી. 2019માં બીજેડીએ 12 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે એક બેઠક જીતી હતી.
જો ફરીથી ચૂંટાયા હોત 24 વર્ષથી મુખ્યપ્રધાન તરીકે રહેલા બિજુ પટનાયકને છઠ્ઠી ટર્મ મળી હોત અને તેઓ સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પવન કુમાર ચામલિંગના રેકોર્ડને પાછળ છોડીને ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યપ્રધાન બન્યાં હોત.