(PTI Photo/Shailendra Bhojak)
ભારતના પીઢ ક્રિકેટર દિનેશ કાર્તિકે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 39 વર્ષના આ વિકેટકીપર બેટરે 1 જૂને (શનિવાર) તેના  જન્મદિવસે જ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. કાર્તિક આ વર્ષ સુધી તો આઈપીએલમાં રમ્યો હતો.
એક્સ (અગાઉ ટ્વીટર) ઉપર નિવૃત્તિની જાહેરાત કરતાં દિનેશ કાર્તિકે લખ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં તેને જે સ્નેહ, સમર્થન અને પ્રેમ મળ્યો છે, તેનાથી હું આનંદિત છું. હવે રમવાના દિવસો પાછળ મુકીને આગળ નવા પડકારો માટે તૈયારી કરી રહ્યો છું.’
વિકેટકીપર બેટર દિનેશે ભારત વતી 26 ટેસ્ટ મેચની 42 ઈનિંગમાં એક વખત અણનમ રહી એક સદી અને 7 અડધી સદી સાથે કુલ 1025 રન કર્યા હતા. 94 વન-ડે ઈન્ટરનેશનલ્સની 79 ઈનિંગમાં 21 વખત અણનમ રહી તેણે 9 અડધી સદી સાથે 1752 રન તથા 60 ટી-20 ઈન્ટરનેશનલ્સની 48 ઈનિંગમાં 22 વખત અણનમ રહી એક અડધી સદી સાથે 686 રન કર્યા હતા. ભારત વતી તે છેલ્લે 2018માં ટેસ્ટ મેચ, 2019માં વન-ડે અને 2022માં ટી-20 રમ્યો હતો.

LEAVE A REPLY