પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં ભારતના વિદ્યાર્થીઓના અપમૃત્યમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે કેલિફોર્નિયામાં છેલ્લા એક સપ્તાહથી 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ગુમ થયો છે અને પોલીસે તેને શોધવા માટે લોકોની મદદ માંગી છે.

પોલીસના જણાવ્યા અનુસાર કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સાન બર્નાર્ડિનો (CSUSB)ની વિદ્યાર્થીની નિતીશા કંડુલા 28 મેના રોજ ગુમ થઈ છે. તે છેલ્લી વખત લોસ એન્જલસમાં જોવામાં આવી હતી અને 30 મેના રોજ ગુમ થયાની પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે મિસિંગ પર્સન એલર્ટ જારી કરીને લોકો પાસે તેને શોધવામાં મદદ માગી છે.પોલીસે એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે કંડુલા 5 ફૂટ 6 ઇંચ ઉંચી અને કાળા વાળ અને કાળી આંખો સાથે લગભગ 160 પાઉન્ડ (72.5 કિગ્રા) વજન ધરાવે છે. તે સંભવતઃ કેલિફોર્નિયા લાયસન્સ પ્લેટ સાથે 2021 ટોયોટા કોરોલા ચલાવી રહી હતી.

ગયા મહિને શિકાગોમાં 26 વર્ષીય રૂપેશ ચંદ્ર ચિંતકીંડ નામનો ભારતીય વિદ્યાર્થી ગુમ થયો હોવાની જાણ થઈ હતી.એપ્રિલની શરૂઆતમાં, માર્ચથી ગુમ થયેલ 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી યુએસ શહેર ક્લીવલેન્ડમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. માર્ચમાં, ભારતના 34 વર્ષીય ક્લાસિકલ ડાન્સર, અમરનાથ ઘોષની સેન્ટ લુઇસ, મિઝોરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.પ રડ્યુ યુનિવર્સિટીમાં 23 વર્ષીય ભારતીય-અમેરિકન વિદ્યાર્થી સમીર કામથ 5 ફેબ્રુઆરીના રોજ ઈન્ડિયાનામાં પ્રકૃતિ સંરક્ષણમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

LEAVE A REPLY