REUTERS/Shailesh Andrade/File Photo

લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ પહેલા એક્ઝિટ પોલના તારણોના આધારે ભારતના શેરબજારમાં સોમવાર, 3 જૂને અભૂતપૂર્વ તેજી આવી હતી તથા શેરબજારના સૂચકાંકો ઓલટાઇમ હાઇ સપાટીએ સ્પર્શ્યા હતાં.

BSEનો સેન્સેક્સ 2,507.47 પોઈન્ટ અથવા 3.39 ટકાના જંગી ઉછાળા સાથે 76,468.78ની નવી ઊંચી ટોચે બંધ આવ્યો હતો. જે ત્રણ વર્ષમાં તેનો સૌથી મોટો સિંગલ-ડે વધારો દર્શાવે છે. NSEનો નિફ્ટી 733.20 પોઈન્ટ અથવા 3.25 ટકા વધીને 23,263.90 પર બંધ થયો હતો.અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરોમાં સોમવારે તેજી ચાલુ રહી હતી. અદાણી પાવરના શેરમાં સૌથી વધુ લગભગ 16 ટકાના ઉછાળા આવ્યો હતો.

પીએસયુ, પાવર, યુટિલિટીઝ, ઓઇલ, એનર્જી, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 8 ટકા સુધીનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સની 30 કંપનીઓમાં એનટીપીસી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને પાવર ગ્રીડમાં 9 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.

LEAVE A REPLY