ગુજરાતના ખેડા નજીક આવેલા ગળતેશ્વર ખાતે પિકનિક માટે ગયેલા અમદાવાદના ચાર મિત્રો મહિસાગર નદીમાં ડુબ્યાં હતા. ચારમાંથી એકને બચાવી લેવાયો હતો, જ્યારે ત્રણના મોત થયા હતાં.
અહેવાલો અનુસાર, નવ મિત્રો 2 જૂનના રોજ ખેડા જિલ્લાના ડાકોર નજીક સરનાલ ગામમાં સ્થિત મહિસાગર નદીના કિનારે આવેલા ગલતેશ્વર ગયા હતા.નદીમાં ન્હાતી વખતે તેમાંથી એક ડૂબવા લાગ્યો હતો. તેથી અન્ય ત્રણ મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ પણ ડૂબી ગયા હતા. સ્થાનિકોએ તેમને બચાવવાના પ્રયાસો કર્યા હોવા છતાં માત્ર એકને બચાવી શકાયો હતો જ્યારે અન્ય ત્રણ કમનસીબે મૃત્યુ પામ્યા હતા. મૃતકો અમદાવાદના ખોખરા અને વટવા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું હતું.
ગળતેશ્વર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું છે. આ એક ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે જાણીતું પણ છે. અહીં મહીસાગર અને ગળતી નદીના કાંઠે લગભગ 12મી સદીનું મહાદેવ મંદિર આવેલું છે, જેને જોવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી લોકો આવે છે.