‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ સોમવારથી સમગ્ર દેશમાં દૂધના ભાવમાં પ્રતિલીટર રૂ.2 વધારો કર્યો કર્યો હતો. અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીમાં 32ના હવે 33 રૂપિયા થયા છે. અમૂલ તાજા 500 મિલીના 26થી વધીને 27 થયાં છે. અમૂલ શકિત 500 મિલીના 29થી વધીને 30 રૂપિયા થયા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીકાયો છે.
જીસીએમએમએફએ મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિ લિટર રૂ. 2નો વધારો એમઆરપીમાં 3-4 ટકાના વધારો દર્શાવે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવો કરતાં ઘણો ઓછો છે.
લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાવવધારાની જાહેરાત કરાઈ હતી. GCMMF એ કહ્યું હતું કે ફેબ્રુઆરી 2023થી, તેને મુખ્ય બજારોમાં તાજા પાઉચ દૂધના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. આ ભાવવધારો એકંદર કામગીરી અને દૂધના ઉત્પાદનના ખર્ચમાં વધારાને કારણે કરવામાં આવ્યો છે. અમારા સભ્ય યુનિયનોએ પણ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોના વળતરમાં અંદાજે 6-8 ટકાનો વધારો કર્યો છે.કિંમતમાં સુધારો અમારા દૂધ ઉત્પાદકોને વળતરયુક્ત દૂધના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.