(ANI Photo)

લોકસભાની ચૂંટણી અંગેના એક્ઝિટ પોલને બોગસ અને ‘મોદી મીડિયા પોલ’ ગણાવીને કોંગ્રેસે રવિવારે જણાવ્યું હતું કે આ એક્ઝિટ પોલ્સ ચૂંટણીની ગેરરીતિને ન્યાયી ઠેરવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ તથા ઇન્ડિયા બ્લોકના કાર્યકરોનું મનોબળ તોડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાયકોલોજિકલ ગેમ્સનો એક હિસ્સો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલને ‘મોદી મીડિયા પોલ’ ગણાવ્યા હતાં.અહીં ઉલ્લેખનીય છે કે તમામ એક્ઝિટ પોલમાં ભાજપના ભવ્ય વિજયની આગાહી કરાઈ છે.

પાર્ટીના લોકસભા સાંસદો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કર્યા પછી દિલ્હીમાં AICC મુખ્યાલયમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તે એક્ઝિટ પોલ નથી, પરંતુ તેનું નામ ‘મોદી મીડિયા પોલ’ છે. ઈન્ડિયા બ્લોકને કેટલી સીટો મળશે તેવા સવાલના જવામાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે “શું તમે સિદ્ધુ મૂસેવાલાનું ગીત ‘295’ સાંભળ્યું છે? અમને 295 બેઠકો મળશે.

નવી સરકારના 100 દિવસના એજન્ડાની સમીક્ષા કરવા માટે લાંબા મંથન સત્ર સહિત અનેક બેઠકો યોજવા બદલ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરતાં  કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ દબાણની યુક્તિઓ છે. જેના મારફત મોદી અમલદારો અને વહીવટીમાળખાને સંદેશ આપવા માગે છે કે તેઓ પરત આવી રહ્યાં છે. આ તમામ માઇન્ડ ગેમ છે. અમે આશા રાખીએ છીએ કે મતોની નિષ્પક્ષ ગણતરીની જવાબદારી સોંપવામાં આવી છે તેવા જે સનદી અધિકારીઓ આવી દબાણની યુક્તિઓથી ડરશે નહીં.

LEAVE A REPLY