દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટમાં આશરે 30 કલાકના અસાધારણ વિલંબ બદલ એર ઈન્ડિયાએ મુસાફરોની માફી માંગી હતી અને ફ્લાઇટના પ્રત્યેક મુસાફરોને 350 ડોલરનું ટ્રાવેલ વાઉચર ઓફર કર્યું હતું. આ ફ્લાઇટમાં આશરે 199 મુસાફરો હતાં. આશરે 30 કલાકના વિલંબ પછી શુક્રવારે સાંજે 21.44 કલાકે દિલ્હીથી ફ્લાઇટ ઉપડી હતી અને શનિવારે 12.45 વાગ્યે સાન ફ્રાન્સિસ્કો પહોંચી હતી.
એર ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ક્લોસ ગોર્સે જણાવ્યું હતું કે ફ્લાઇટમાં વિલંબ બદલ એર ઇન્ડિયા વતી માફી માગું છું. ફ્લાઇટમાં ટેકનિકલ અને સંચાલકીય કારણોસર વિલંબ થયો હતો. એર ઇન્ડિયા એરલાઇનમાં ભાવિ ટ્રાવેલ માટે 350 ડોલરનું ટ્રાવેલ વાઉચર ઓફર કરે છે.