ભારતમાં શનિવારે યોજાયેલી લોકસભાની અંતિમ તબક્કાની 57 બેઠકો પર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ 50 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન ઝારખંડમાં અને સૌથી ઓછુ બિહારમાં થયું હતું. હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપનાં ઉમેદવાર કંગના રણૌતે મતદાન કર્યા પછી જમાવ્યું હતું કે, રાજ્યમાં વડાપ્રધાન મોદીની લહેર છે, મને આશા છે કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને ભાજપનો રાજ્યની તમામ 4 બેઠકો પર વિજય થશે. હિમાચલ પ્રદેશની 4 બેઠકો ભાજપને ‘400’ને પાર કરવામાં મદદ કરશે.
તબક્કાવાર મતદાન
-પ્રથમ તબક્કો (એપ્રિલ 19): 66.14 ટકા
– બીજો તબક્કો (26 એપ્રિલ): 66.71 ટકા
– ત્રીજો તબક્કો (7 મે): 65.68 ટકા
– ચોથો તબક્કો (મે 13): 69.16 ટકા
– પાંચમો તબક્કો (મે 20): 62.2 ટકા
– છઠ્ઠો તબક્કો (25 મે): 63.36 ટકા