મોંઘી કિંમતની દવાઓનું જથ્થાબંધ વેચાણ કરી શકે તે માટે બનાવટી પ્રિસ્ક્રિપ્શનો ઉત્પાદકોને મોકલનાર ફાર્માસિસ્ટ મોહમ્મદ અમીરને 18થી 26 માર્ચ વચ્ચે યોજાયેલી સુનાવણીમાં જનરલ ફાર્માસ્યુટિકલ કાઉન્સિલ (GPhC) કમિટીએ 12 મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા.
સુનાવણીના દસ્તાવેજ અનુસાર તેમણે “અપ્રમાણિકતા” આચરી હોવાનું જણાયું હતું. અમિરે કહ્યું હતું કે તેને આમ કરવાથી “કદાચ લગભગ £200,000 નો નફો થયો” હશે. અમિરે ફાર્માસિસ્ટની સહીઓ બનાવી હતી જેમાં તેના પોતાના બિઝનેસ પાર્ટનરનો પણ સમાવેશ થાય છે. તેમણે સુનાવણી પહેલા જ મોટાભાગની ગેરરીતિ સ્વીકારી “પસ્તાવો અને ખેદ વ્યક્ત કર્યો હતો.”