ભગવદ ગીતા વિષે ઇંગ્લિશમાં પ્રવચન આપતા ભારતના વેંદાંત મિશનના શ્રીમતી જયા રાવના ત્રણ વિશેષ પ્રવચનો અને પ્રશ્નોના જવાબનું આયોજન રવિવાર, 16 જૂનના રોજ હિન્દુ સોસાયટી ટૂટીંગ, 664 ગેરેટ લેન, લંડન SW17 ONP ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં 12 કરતા વધુ વય ધરાવતા લોકોને જ નામ નોંધાવવાથી પ્રવેશ મળશે. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્રેશની સુવિધા આપવામાં આવશે.
વૉન્ડ્સવર્થ હિન્દુ સોસાયટી દ્વારા સવારે 10થી 11-30 દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં જયા જી ‘’સેવન લેસન્સ ફ્રોમ ભગવદ ગીતા’’ વિષય પ્રવચન અને પ્રશ્નોના જવાબ આપશે. ત્યાર પછી પ્રસાદનો લાભ મળશે. નામ નોંધાવવા: tiny.cc/wandsworth16 સંપર્ક: અનુપ સાગર 07956 137 147.
ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રુપ દ્વારા બપોરે 1.30-3.30 શ્રીમતી જયા રાવના ‘’ધ પાવર ઓફ વન ઇનસાઇટ્સ ફ્રોમ ધ ભાગવત ગીતા’’ વિષેના પ્રવચન અને પ્રશ્નો અને જવાબનું આયોજન કરાયું છે. નોંધણી કરાવવા લિંક ક્લિક કરો: tiny.cc/tooting16 સંપર્ક: ડૉ. આશિષ પટેલ 07904 683 375.
દેવી માતા મંદિર દ્વારા સાંજે 5થી 6-30 દરમિયાન ‘’ભગવદ ગીતા’સ રોડમેપ ટૂ એક્સેલન્સ વિષે શ્રીમતી જયા રાવ પ્રવચન કરી પ્રશ્નોના જવાબ આપશે. ત્યારબાદ પ્રસાદનો લાભ મળશે. નામ નોંધાવવા માટે લિંક ક્લીક કરો tiny.cc/devimata16 સંપર્ક: કાલિન્દર નાથ 07985 771 837.
જ્યારે તા. 18 જૂન મંગળવારના રોજ સાંજે 6થી 7.30 દરમિયાન ઓવરકમિંગ લાઇફ’ ચેલેન્જીસ વિષય પર પ્રવચન અને પ્રશ્નોના જવાબનું આયોજન સનાતન સેન્ટર, કુલ્સડન મંદિર, 108-112 ચિપસ્ટેડ વેલી રોડ, કુલ્સડન CR5 3BA ખાતે કરવામાં આવ્યું છે. ભોજન પ્રસાદીનો લાભ મળશે. ડો. જ્યોતિ રાઠોડ 07853 968 822.