ઇંગ્લિશમાં બંગાળી સાહિત્યનો સીમાચિહ્નરૂપ નવો કાવ્યસંગ્રહ એટલે ધ પેંગ્વિન બુક ઓફ બેંગાલી શોર્ટ સ્ટોરીઝ. આ પુસ્તકમાં વિવિધ લેખકોની વાર્તાઓનો સંપાદક અરુણવ સિંહાએ બખૂબી સમાવેશ કર્યો છે. આ પુસ્તકમાં અગાઉની ઘણી અનઅનુવાદિત વાર્તાઓનો સમાવેશ પણ કરાયો છે.
ગદ્ય ટૂંકી વાર્તાઓનુ ચલણ બ્રિટિશ વસાહતીઓના પગલે બંગાળમાં આવ્યું હતું, અને બંગાળી લેખકોએ ઝડપથી તેનું સ્વરૂપ અત્મસાત કરી લીધું હતું. 20મી સદી સુધીમાં સાહિત્યિક સામયિકો અને અન્ય સામયિકોની ભરમારનો અર્થ એ થયો હતો કે લાખો લોકો તેને ઉત્સુકતાથી વાંચતા હતા. સમય જતા ટૂંકી વાર્તાઓ બંગાળમાં ખૂબ જ લોકપ્રિય થઇ હતી અને તેનું વાંચન પણ બહુ જ વધ્યું હતું.
આ પુસ્તકમાં જેમની વાર્તાનો સમાવેશ કરાયો છે તે લેખકોએ શબ્દોની આ ભૂખને ઉગ્ર ઊર્જા સાથે પ્રતિસાદ આપ્યો હતો જે તેમના સમયની ઉથલપાથલને પ્રતિબિંબિત કરે છે: આ વાર્તાઓમાં જમીન, યુદ્ધો, દુષ્કાળ, જાતિ વ્યવસ્થા, ધાર્મિક સંઘર્ષ, પિતૃસત્તા, ભાગલા અને બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધને આવરી લેવામાં આવ્યા છે જેણે સ્વતંત્ર દેશ બાંગ્લાદેશનો ઉદ્ભવ જોયો છે. આ બદલાતી ભૌગોલિક સરહદો બાબતે, લેખકોએ પણ પોતાની અંદર ઝાંખીને નવી સાહિત્યિક શૈલીઓ વિકસિત કરી છે અને સામાજિક વાસ્તવિકતા, રાજકીય કાલ્પનિક અને ઘનિષ્ઠ ઘરેલું વાર્તાઓની શક્યતાઓને પાનાઓ પર વિસ્તારી છે.
સૌપ્રથમ વખત ઇંગ્લિશમાં રજૂ થયેલ આ કાવ્યસંગ્રહમાં એક સદીની અસાધારણ વાર્તાઓને એકત્ર કરીને પ્રકાશીત કરાઇ છે. ખાસ પસંદ કરાયેલી વાર્તાઓના આ સંપૂટમાં ગુપ્ત રીતે માછલી ખાતી એક મહિલાની વાત હોય કે એક વૃદ્ધ સ્થાનિક ફૂટબોલરની મુશ્કેલીઓ હોય, મધ્યમ-વર્ગના સંઘના પ્રતિનિધિની ચિંતાઓથી લઈને પથ્થર પર ઠોકર ખાનારા વકીલ સુધીની વાર્તાઓ રજૂ કરી છે.
આ એક એવો વાર્તા સંગ્રહ છે જે જીવનની કળાની ઉજવણી કરે છે. તેની મુશ્કેલી અને આનંદ આ સંગ્રહમાં રજૂ કરાયા છે.
પુસ્તક સમીક્ષા
- ‘આ પુસ્તક એક ભવ્ય માર્ગદર્શિકા છે. બંગાળી ક્લાસિકને ઇંગ્લિશમાં લાવવાના કાર્યમાં શ્રેષ્ઠ જીવંત અનુવાદકોમાંના એક સિન્હા છે… તેઓ અસાધારણ લાવણ્ય અને સમજશક્તિ સાથે લખે છે, અને આશ્ચર્યજનક રીતે રજૂ કરે છે.’ – ફિલિપ હેન્સર, ધ સ્પેક્ટેટર
લેખક પરિચય
અરુણવ સિંહાએ બાંગ્લાદેશ અને ભારતની ક્લાસિક, આધુનિક અને સમકાલીન બંગાળી સાહિત્ય અને બિન-સાહિત્યનો ઇંગ્લિશમાં અનુવાદ કરે છે. તેઓ ઇંગ્લિશમાંથી બંગાળીમાં સાહિત્યનો અનુવાદ પણ કરે છે. ભારત, યુકે અને યુએસએમાં અત્યાર સુધીમાં તેમના 80થી વધુ અનુવાદો પ્રકાશિત થયા છે. તેઓ અશોકા યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખન શીખવે છે, જ્યાં તેઓ અશોકા સેન્ટર ફોર ટ્રાન્સલેશનના સહ-નિર્દેશક પણ છે, અને Scroll.in પર પુસ્તકોના સંપાદક છે.
Book: The Penguin Book of Bengali Short Stories
Editor: Arunava Sinha
Publisher: Penguin Classics
Price: ££19.99