ટાટા ગ્રુપે જાન્યુઆરી 2022માં હસ્તગત કર્યા પછી એર ઈન્ડિયાએ ગુરુવારે તેના કર્મચારીઓ માટે વાર્ષિક પગાર વધારાની જાહેરાત કરી હતી અને પાઇલોટ્સ માટે એન્યુઅલ ટાર્ગેટ પરફોર્મન્સ બોનસની સિસ્ટમ રજૂ કરી છે.
એર ઈન્ડિયાના સીએચઆરઓ રવિન્દ્ર કુમાર જીપીએ કર્મચારીઓ માટે 1 એપ્રિલ, 2024થી અમલમાં આવતા પગાર વધારાની જાહેરાત કરી હતી તેમજ કંપની અને વ્યક્તિગત કામગીરીના આધારે નાણાકીય વર્ષ 2023-24 માટે પરફોર્મન્સ બોનસ ચૂકવણીની જાહેરાત કરી હતી. એર ઈન્ડિયામાં લગભગ 18,000 કર્મચારીઓ છે. એરલાઇન ગ્રાઉન્ડ સ્ટાફ, કેબિન ક્રૂ અને પાઈલટ સહિત 31 ડિસેમ્બર, 2023 પહેલાં જોડાનારા તમામ કર્મચારીઓ માટે વાર્ષિક એપ્રેઝલ કર્યું હતું. આ એપ્રેઝલ નવી પર્ફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (Rise.AI) પર આધારિત છે. કંપનીએ પ્રતિભાશાળી કર્મચારીઓનને આકર્ષવા અને જાળવી રાખવા માટે સ્પર્ધાત્મક પગાર વધારો આપી રહી છે.