સ્લીપવૉકિંગ વિશે પુસ્તક લખનાર અને ગ્રેનફેલ ઈન્કવાયરીમાં કામ કરનાર બેરિસ્ટર રામ્યા નાગેશ તપાસની સુનાવણી દરમિયાન બે કલાક માટે ઊંઘી જવાના આરોપસર ડીસીપ્લીનરી ટ્રિબ્યુનલનો સામનો કરી રહ્યા છે.
કમર્શિયલ લો ફર્મ 4-5 ગ્રેઝ ઇન સ્ક્વેરની સભ્ય રમ્યા નાગેશ પર બાર સ્ટાન્ડર્ડ્સ બોર્ડ દ્વારા પ્રોફેશનલ મીસકન્ડક્ટનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપ છે કે તેઓ ઓનલાઈન સુનાવણીના લંચ બ્રેક દરમિયાન બેક્ડ પોટેટો ખાધા બાદ સુઇ ગયા હતા. નાગેશ ડિસેમ્બર 2022માં પોન્ટીપ્રિડ કાઉન્ટી કોર્ટમાં કોરોનરની પૂછપરછમાં સાક્ષી વતી રીમોટ હીયરીંગમાં હાજર રહ્યા હતા.
સ્ટોકપોર્ટમાં હોલિડે ઇન એક્સપ્રેસમાં તેમના રૂમમાં સૂતી વખતે, તેઓ કથિત રીતે તેમના ક્લાયન્ટને પુરાવા આપવાનું ચૂકી ગયા હતા. ટ્રિબ્યુનલને કહેવાયું હતું કે તે જ દિવસે બપોરના સેશનમાં નાગેશનો કેમેરો બંધ થઈ ગયો હતો અને તેઓ લગભગ બે કલાક સુધી સૂઈ ગયા હતી. કોર્ટ, કોરોનરના ક્લાર્ક, તેના સોલિસિટર અને તેની ચેમ્બરે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ નાગેશનો ફોન, ટેક્સ્ટ અથવા ઇમેઇલ દ્વારા સંપર્ક કરી શકાયો નહતો. તેણીની ગેરહાજરીમાં, પ્લેક્સસ લોના વકીલે ક્લાયન્ટનું પ્રતિનિધિત્વ કરવું પડ્યું હતું.
ટ્રિબ્યુનલમાં તેણીની જુબાની દરમિયાન, નાગેશે શરૂઆતમાં તેણીના ગુમ થવા પાછળ “ઇન્ટરનેટની ખામી” હોવાનું અને પછીથી દાવો કર્યો હતો કે તેણી હોટલના રૂમમાં ડેસ્ક પર સૂઈ ગઈ હતી. તેણીએ દાવો કર્યો હતો કે તેણી કોવિડના કારણે થાક, વિટામિન ડીની ઉણપ અને સ્લીપ ડિસઓર્ડરથી પીડિત હતી જેણે તેની સમજશક્તિ અને યાદશક્તિને અસર કરી હતી. પણ બોર્ડે કહ્યું કે સ્વાસ્થ્યની આ સ્થિતિને જવાબદાર ઠેરવવી એ વ્યાજબી બહાનું નથી.
નાગેશે પ્રામાણિકતા અને પ્રામાણિકતા વિના કામ કરવાના અથવા વ્યાવસાયિક આચરણના નિયમોના ભંગમાં કોરોનર કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો ઇનકાર કર્યો છે. કેસ ચાલુ છે.