પ્રતિક તસવીર NAPS UK

વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડન શાખા, દત્ત સહજ યોગા મિશન, ARCC, કુલ્સડન મંદિર અને હિન્દુ સ્વયંસેવક સંઘ ક્રોયડન શાખા દ્વારા તા. 23 જૂન રવિવારના રોજ બપોરે 1.30થી 4.30 દરમિયાન કોમ્બવૂડ સ્કૂલ, 30 મેલવિલ એવન્યુ, સાઉથ ક્રોયડન CR2 7HY ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ’ – વિશ્વ એક પરિવાર રાખવામાં આવી છે. આ પ્રસંગે નિષ્ણાત યોગ શિક્ષકો દ્વારા યોગ, ધ્યાન અને રીલેક્ષેશનની ટેકનીકો રજૂ કરાશે. તો વેલનેસ એન્ડ હેલ્થ પ્રોફેશનલના વર્કશોપનો પણ લાભ મળશે. બાળકોની પ્રવૃત્તિઓ સાથે કૌટુંબિક મૈત્રીપૂર્ણ કાર્યક્રમમાં બાળ યોગ તથા ચેર યોગનો લાભ મળશે. કાર પાર્કિંગ ફ્રી છે.

નામની નોંધણી કરાવનાર સૌને પોતાની સાથે યોગા મેટ લાવવા વિનંતી છે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક: કંચન શર્મા 07429 683 913.

LEAVE A REPLY