રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 31 માર્ચે પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે સરકારને રેકોર્ડ રૂ. 2.11 લાખ કરોડનું માતબર ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે. આ રકમ સરકારના બજેટના અંદાજ કરતાં બમણાથી પણ વધુ છે અને તેનાથી ચૂંટણી પછી સત્તામાં આવનાર નવી સરકારની રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખીને પાયાની સુવિધાઓ પર મોટો ખર્ચ કરવામાં મદદ મળશે. આરબીઆઈના બોર્ડે તાજેતરમાં તેની 608મી બેઠકમાં રૂ. 2,10,874 લાખ કરોડના વધારાના ભંડોળને સરકારમાં આપવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ 2024 થી માર્ચ 2025) માટેના વચગાળાના બજેટમાં આરબીઆઈ, સરકારી બેંકો અને નાણા સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડ તરીકે રૂ. 1.02 લાખ કરોડની આવકનો અંદાજ મૂક્યો હતો. નાણાકીય વર્ષ 2022-23 માટે આરબીઆઈ દ્વારા સરકારને રૂ.87,416 કરોડનું ડિવિડન્ડ ચકૂવાયું હતું, જ્યારે 2018-19માં રૂ.1.76 લાખ કરોડનું ડિવિડન્ડ હતું, જે અગાઉનું સૌથી વધુ હતું.

LEAVE A REPLY