શાહરૂખ ખાનને ડીહાઈડ્રેશનના કારણે 21 મે મંગળવારના રોજ અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ એસઆરકેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શાહરુખ ખાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મંગળવાર, 21મેએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની ક્વોલિફાયર-1 મેચમાં તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને સપોર્ટ કરવા અમદાવાદ આવ્યો હતો. કોલકાતાની ટીમનો તે સહમાલિક છે.
કેડી હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન થઈ હતું. મંગળવારે અમદાવાદમાં KKR અને SRH વચ્ચે પ્લે-ઓફ મેચ યોજાઈ હતી. આ મેચ માટે SRK બે દિવસ પહેલા અમદાવાદ આવ્યો હતો.મેચ ખતમ થયા બાદ, SRK મોડી રાત્રે ટીમ સાથે અમદાવાદની ITC નર્મદા હોટેલ પહોંચ્યો, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
સવારે તબિયત બગડ્યા બાદ, એસઆરકેને લગભગ 1 વાગ્યે કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. હાલ તેમની તબિયત સ્થિર છે અને ડોક્ટરોએ તેને પૂરતો આરામ કરવા સૂચના આપી હતી.