(PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભાજપ ક્યારેય લઘુમતીઓની વિરુદ્ધમાં નથી. આજે પણ નહીં અને ક્યારેય નહીં. અમે બધાને સાથે લઈને કામ કરવા ઈચ્છીએ છીએ. અમે કોઈને વિશેષ નાગરિક તરીકે સ્વીકારવા તૈયાર નથી, પરંતુ દરેકને સમાન ગણીએ છીએ.

આ ઇન્ટરવ્યૂમાં મોદીએ લઘુમતીઓથી લઈને ચૂંટણીઓમાં ભાજપના વિજયની તકો તથા કાશ્મીરથી લઈને બેરોજગારી સુધીના વિવિધ મુદ્દા પર પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતાં.

ચૂંટણીના પરિણામો અંગે તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીના પાછલા તબક્કાના તમામ મૂલ્યાંકનો દર્શાવે છે કે NDA મોખરાની સ્થિતિમાં છે તથા કોંગ્રેસ, અને INDI ગઠબંધન કેટલાક રાજ્યોમાં તેનું ખાતું પણ ખોલવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. જનતાના આશીર્વાદ અમને રેકોર્ડબ્રેક જનાદેશ તરફ લઈ જશે. અમને દેશના તમામ વિસ્તારોમાંથી અને ખાસ કરીને દક્ષિણ અને પૂર્વમાંથી વધુ બેઠકો મળશે. એનડીએ 400 બેઠકો હાંસલ કરવાની તૈયારીમાં છે.

ભાજપનું દક્ષિણી ભારતમાં દેખાવ અંગે તેમણે જણાવ્યું હતું કે 2019માં ભાજપ દક્ષિણમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી અને આ વખતે પણ અમે દક્ષિણ ભારતમાં સીંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીશું અને છેલ્લી વખત કરતા પણ મોટા માર્જિનથી. સમગ્ર દક્ષિણ ભારતમાં ભાજપના મતહિસ્સા અને બેઠક હિસ્સામાં મોટો ઉછાળો આવશે. મેં હંમેશા કહ્યું છે કે પૂર્વીય ભારતમાં વિકાસનું સૌથી મોટું એન્જિન બનવાની અઢળક ક્ષમતા છે પરંતુ કેન્દ્રની કોંગ્રેસની આગેવાનીવાળી સરકારો તેમજ પ્રદેશના રાજ્યો પર શાસન કરતા પક્ષો દ્વારા તેની સૌથી વધુ ઉપેક્ષા કરવામાં આવી છે…કહેવાતો ‘રેડ કોરિડોર’ આ ચૂંટણીઓમાં ‘સેફ્રોન કોરિડોર’ બની જશે.

ભાજપ બંધારણને બદલી નાંખશે તેવા વિપક્ષોના આક્ષેપનો જવાબ આપતા મોદીએ જણાવ્યું હતું કે બાબાસાહેબના બંધારણથી મોદી વડાપ્રધાન બન્યા છેઅને તેમાંથી સત્તા મેળવે છે. બંધારણ વિના, મારી સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિની વ્યક્તિ ક્યારેય આટલી આગળ ન પહોંચી શકી હોત. તેથી, જો તમે ધારો કે હું સ્વાર્થથી કામ કરું છું, તો પણ મારું કલ્યાણ બંધારણના કલ્યાણમાં જ છે.

અનામતના મુદ્દે વડાપ્રધાને જણાવ્યું હતું કે અમે SC, ST અને OBC અનામત નાબૂદ કરીશું તેવો દાવો કરવો હાસ્યાસ્પદ અને વાહિયાત છે. પરંતુ અમે ધર્મ આધારિત અનામતની તરફેણ કરતાં નથી.

અદાણી-અંબાણીના મુદ્દે વડાપ્રધાને જણાવ્યું હતું કે મારા આક્ષેપને તરત જ અન્ય કોઈએ નહીં પણ લોકસભામાં કોંગ્રેસના નેતાએ માન્ય કર્યો હતો, અધીર રંજન ચૌધરીએ સ્વીકાર્યું કે જો અદાણી-અંબાણી ટેમ્પોભરીને પૈસા મોકલશે, તો તેઓ તેમની વિરુદ્ધ બોલશે નહીં. મારા કાર્યકાળમાં રૂ.1 લાખ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર સામેની લડાઈ ગંભીર છે. આપણે આપણી એજન્સીઓને દખલ વિના તેમનું કામ કરવાની છૂટ આપવી જોઈએ.

LEAVE A REPLY