દેશમાં લોકશાહીના સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પ્રતિક ગણાતી સંસદની સુરક્ષાની જવાબદારી સોમવારથી સેન્ટલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના 3,300થી વધુ જવાનો કરશે. સંસદની સુરક્ષા ફરજમાંથી 1,400 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ સંસદ સંકુલમાં આતંકવાદ વિરોધી અને તોડફોડ વિરોધી સુરક્ષા ફરજો હવે CISFના જવાનો સંભાળશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના પાર્લામેન્ટ ડ્યૂટી ગ્રુપે શુક્રવારે પરિસરમાંથી તેના વાહનો, શસ્ત્રો અને કમાન્ડો સહિત સમગ્ર વહીવટી અને ઓપરેશનલ સ્ટાફ પાછો ખેંચી લીધો હતો. તેના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ-રેન્કના અધિકારી કમાન્ડરે સંકુલના તમામ સુરક્ષા પોઈન્ટ્સ CISF જૂથ સોંપ્યાં હતાં.
ગયા વર્ષને 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષાના ભંગ પછી સરકારે સીઆરપીએફ પાસેથી સુરક્ષાની જવાબદારીઓ CISFને સોંપવાનો નિર્ણય કર્યા હતો. આ પછી મધ્ય દિલ્હીમાં સ્થિત આ સંકુલમાં જૂની અને નવી સંસદની ઇમારતો અને સંલગ્ન ઇમારતોની સુરક્ષા માટે કુલ 3,317 CISF જવાનોને સામેલ કરવામાં આવી રહ્યા છે.
2001ના સંસદ પર થયેલા આતંકવાદી હુમલા વરસીએ સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. 13 ડિસેમ્બર, 2023ના રોજ શૂન્યકાળ દરમિયાન બે વ્યક્તિઓ પબ્લિક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા અને ડબ્બાઓમાંથી પીળો ધુમાડો છોડ્યો હતો તથા સંસદમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તે દિવસે લગભગ તે જ સમયે સંસદ પરિસરની બહાર અન્ય બે વ્યક્તિઓએ સૂત્રોચ્ચાર કરતી વખતે ડબ્બાઓમાંથી રંગીન ધુમાડો છાંટ્યો હતો.
આ ઘટના પછી સંસદ સંકુલની એકંદર સુરક્ષા મુદ્દાઓની તપાસ કરવા અને યોગ્ય ભલામણો કરવા માટે CRPF DGની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરાઈ હતી.
એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે CISFનું કાઉન્ટર ટેરરિઝમ સિક્યોરિટી યુનિટ સોમવાર, 20 મેના રોજ સવારે 6 વાગ્યાથી સંસદ સંકુલનો સંપૂર્ણ સુરક્ષા હવાલો સંભાળ